વડોદરા:;બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની સેવાઓના 60 વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં હીરક જયંતિ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે 23 નવેમ્બર રવિવારે સવારે ૭:૦૦ થી ૮:૦૦ દરમિયાન ગુજરાતના 512 બ્રહ્માકુમારી સેવાકેન્દ્રો પર શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિ પદયાત્રા યોજાઈ હતી. જેમાં લગભગ 200 ભાઈ-બહેનોએ ઉમંગ ઉત્સાહ થી શાંતિપદયાત્રામાં જોડાઈ વાતાવરણને શાંતિમય બનાવ્યું હતું વિશેષ વિશ્વ શાંતિ માટેના સ્લોગન, બેનર સહિત જાહેર જનતાને શાંતિનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુથી રાજયોગિની શીલુ દીદી વિશેષ મહેમાન તરીકે પધાર્યા હતા. જેઓ છેલ્લા 65 વર્ષથી રાજ્યોગ મેડીટેશનનો ગહન અભ્યાસ કરી રહ્યા છે તેમજ તેઓ રાજ્યોગ શિબિરના કુશળ અને વરિષ્ઠ નિર્દેશિકા છે. સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરી ઝંડી દર્શાવીને,પરમાત્મા શિવનો ધ્વજ, ભારત દેશનો તિરંગો લહેરાવીને શાંતિ પદયાત્રા આરંભ કરવામાં આવી હતી.

આ શાંતિ પદયાત્રા બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્રથી નીકળી સનફામાં રોડ થઈને અક્ષરચોક સર્કલ પર ઉભી રહી અને ત્યાં સૌ ભાઈ બહેનોએ ભેગા મળીને 15 મિનિટ શાંતિના વાઇબ્રેશન્સ ચારે બાજુ ફેલાવ્યા હતા.

રાજ્યોગીની શીલુ દીદીજી એ એમના ઉદબોધનમાં કહ્યું કે વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે કારણકે વિશ્વ શાંતિ માટે ધ્યાન અભ્યાસ જરૂરી છે, રોજે પાંચ કે દસ મિનિટ સમય ફાળવીને સૌએ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવવાનો અભ્યાસ કરવો જોઈએ.