Vadodara

બ્રહ્માકુમારીઝના પૂર્વ વડા દાદી પ્રકાશમણીજીની 18 મી પૂણ્યતિથિ નિમિત્તે દેશભરમાં રક્તદાન શિબિર યોજાશે

ભારતભરના 6000 બ્રહ્માકુમારી કેન્દ્રો પર રક્તદાન શિબિર યોજી એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરાશે

વડોદરા શહેરમાં રવિવારે અલકાપુરી સહિતના સેવા કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે

(પ્રતિનિધિ) વડોદરા તા.23

બ્રહ્માકુમારીઝ ના વડા એવા દાદી પ્રકાશમણીજીની 18 મી પૂણ્યતિથિ નિમિત્તે આ વખતે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સમગ્ર દેશભરના છ હજાર જેટલા બ્રહ્માકુમારી સેવાકેન્દ્રો પરથી એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા છેલ્લા 88 વર્ષોથી ઇશ્વરીય જ્ઞાન અને રાજયોગના શિક્ષણ દ્વારા મૂલ્યનિષ્ઠ સમાજ સ્થાપના માટે કાર્ય કરવામાં આવી રહ્યાં છે બ્રહ્માકુમારીઝના વિશ્વભરના 140 દેશોમાં 9000 સેવાકેન્દ્રો પર નિયમિત આધ્યાત્મિક અને રાજયોગ ધ્યાનયોગના કાર્યક્રમ યોજવામાં આવે છે.બ્રહ્માકુમારીઝના પૂર્વ વડા એવા દાદી પ્રકાશમણીજીની 18 મી પૂણ્યતિથિ નિમિત્તે આ વર્ષે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવા જઇ રહી છે જેમાં ભારત ભરના 6000 જેટલાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે.દેશમા પ્રતિદિન 12,000 જેટલા દર્દીઓ રક્ત ન મળવાથી મૃત્યુ પામે છે તેવા જરુરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે જરૂરી છે ત્યારે એક યુનિટ રક્ત થકી અંદાજે ચાર વ્યક્તિઓને જીવતદાન મળી શકે છે ત્યારે વડોદરા શહેરના પાંચ પાંચ અલગ અલગ કેન્દ્રો પર રક્તદાન શિબિર યોજાયેલ છે આ કેમ્પ લાયન્સ કલબ બ્લડ સેન્ટરના સહયોગથી બ્રહ્માકુમારીઝ ના “ટાવર ઓફ પીસ” સંપતરાવ કોલોની , અલકાપુરી ખાતે તા.24-08-2025 ના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીમાં યોજાશે જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ,ગેસ્ટ્રોલોજીસ્ટ ડો.આશિષ શેઠી,આઇપીએસ ઉષા રાડા સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,બહેનો દ્વારા ચલાવવામાં આવતી વિશ્વભરમાં આ એક જ સંસ્થા છે જે મહિલાઓના ઉત્કર્ષ, જાગૃતિ, સશક્તિકરણ માટે કાર્યરત છે સાથે જ વ્યસનમુક્તિ અભિયાન થકી અનેક પરિવારના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે.

Most Popular

To Top