અર્વાચીન,ભાતિગળ ગરબાનો કલા-વારસો જાળવી રાખવા લોકજાગૃતિ લાવવા પર ભાર મૂકાયો
કુલ18 ગૃપે વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો
બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા
આજવા રોડ ખાતે આવેલાં પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે
સતત ત્રીજા વર્ષે બ્રહ્મશક્તિ કલા નિપૂણ એવોર્ડ – 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા મહિલા પ્રમુખ મીનાબેન શૈલેષભાઇ મહેતાની અધ્યક્ષતામાં સતત ત્રીજા વર્ષે
બ્રહ્મશક્તિ કલા નિપૂણ એવોર્ડ – 2024નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ આપણા અર્વાચીન ગરબા, લોકનૃત્ય,ત્રણ તાળી ગરબા વિશે આજની પેઢી અવગત થાય તે હતો. હવે ગરબામાં વૈવિધતા જોવા મળે છે જેમાં પશ્ચિમી લય હવે જોવા મળે છે જ્યારે આપણા ગુજરાતની ઓળખ સમા ત્રણ તાળીના ગરબા, લોકનૃત્ય, અર્વાચીન ગરબા ભૂલાતા જાય છે જેમાં હજી ગ્રામીણ વિસ્તારોમાં તથા શહેરમાં જૂની પોળો કે શેરીઓમાં હજી પરંપરાગત ગરબા જળવાઇ રહ્યાં છે. હવે તાળી અને ચપટી વિનાના ગરબાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આજની પેઢીને ગરબામાં તાળી અને ચપટીનું શું મહત્વ છે, તે સમજાવવું જરુરી છે. તાળી- ચપટીવાળા ગરબા એ માતાજીની આરાધના કરવાનો એક પ્રકાર છે
આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં કુલ 18 ગ્રુપે ભાગ લીધો હતો. જેમાં વિજેતા ગ્રુપને ઈનામો તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તદઉપરાંત કેટલાક ગૃપને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યું હતું.
આ અંગે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન શૈલેષભાઇ મહેતાના જણાવ્યા અનુસાર, પ્રાચીન ગરબા પર હંમેશા વિશેષ ભાર મૂકવામાં આવે છે. કારણ કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ગરબાને પ્રોમટ કરવાનો છે. વળી, અમે જજ પણ બહારથી જ બોલાવીએ છીએ, જેમણે કલા ક્ષેત્રે અઢળક ખ્યાતિ મેળવી છે.આ વર્ષે વલસાડથી હિનાબેન શાહ, સુરતથી ચિંતનભાઈ વશી અને જીનીભાઈ પટેલ નડિયાદથી આમંત્રિત કરાયાં હતા. ઉપરાંત કાર્યક્રમમાં વર્તમાન સાંસદ ડૉ.હેમાંગ જોશી, પૂર્વ સાંસદ અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના સભ્ય રંજનબેન ભટ્ટ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)તેમજ અન્ય કોર્પોરેટર અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના હોદ્દેદારો, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.