Vadodara

બોલો, હવે તો હદ થઇ, નેશનલ હાઈવે પર રોડ બેસી ગયા

વડોદરા કરજણ હાઇવે પર કંડારી પાટિયા નજીક અચાનક રોડ એકદમ નીચો બેસી જતા ટ્રાફિક જામની સ્થિતિ

વડોદરા: વડોદરા કરજણ હાઇવે પર કંડારી પાટિયા નજીક અચાનક રોડ એકદમ નીચો બેસી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
નવા જ બનાવેલા હાઈવે પર તદ્દન ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની કામગીરીના પાપે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.એક તરફ વિશાળ ખાડાઓ અને તેની આસપાસ અધૂરી કામગીરીને કારણે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો તો કરી રહ્યા જ છે. સાથે ને સાથે હાઈવે ની વચ્ચો વચ રોડ બેસી જતા વાહનો તદ્દન નજીવી સ્પીડમાં પસાર થવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો.અંદાજે ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન લાગી છે. ડાયવર્ઝન કરેલા વિસ્તારમાં અનિયમિત વાહન વ્યવહારના કારણે ચાલકો અને રાહદારીઓ બંને અટવાયા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો રસ્તાની કથળેલી અને બિસ્માર સ્થિતિ અને તંત્રની રેઢિયાળ કાર્યક્ષમતા સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વાહન ચાલકો માંથી એવું સાંભળવા મળ્યું હતું કે શહેરમાં ભુવા પડતા તો ઘણા જોયા. હવે હાઈવે પર આખો રોડ બેસી જતો જોવાનું જ બાકી હતું તે પણ જોઈ લીધું.
વડોદરા બોમ્બે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર કોઈ પગલા લેતા જ નથી. આખા હાઈવે પર ટ્રાફિકનું અનહદ ભારણ હોવાના કારણે ટ્રાફિક જામ થવો કોઈ નવાઈ નથી.

Most Popular

To Top