Vadodara

બોલેરો પીકઅપ આગળ ગાય દોડી આવતા બોલેરો પલટી, બેના મોત, આઠને ઈજા

વાઘોડિયા તાલુકાના ભાડોલખુર્દ ગામ નજીક બેસણાની વિઘી પતાવી પરત ફરતા અકસ્માત સર્જાયો





વાઘોડિયા
તાલુકાના ગુલાબપુરા ગામના ભરતભાઈ પુજાભાઈ જાદવ કુટુંબના 10 થી 12 જેટલા માણસો સાવલી તાલુકાના વકીલપુરા ગામે ભાણેજના બેસણું પતાવી પરત ગુલાબપુરા ગામે આવતા હતા ત્યારે લગભગ બપોરના સાડા બારેક વાગે નવીજામ્બુવાઇ પાસે ભાડોલ તરફ જવાના વળાક ઉપર અચાનક ગાય દોડીને આવતા બોલેરો પીકપ ગાડીના ડ્રાઈવર અક્ષયભાઈ સંજયભાઈ જાદવ ગાયને બચાવવા એકાએક પીકપને બ્રેક મારતા બોલેરો રોડની સાઇડમા વરસાદિ કાંષની ગટરમા ઉતરી પલટી મારી જતાં પીકઅપમા સવાર લોકોએ બુમા બુમ કરતા કોઇ મદદે નહી આવતા જાતેજ બોલેરો પીકઅપ માંથી વારા ફરતી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.જોકે ઘાયલ લોકોને ૧૦૮ મારફતે હોસ્પીટલ ખસેડાયા હતા. આ અકસ્માતમા ફરિયાદી ભરતભાઈના ભાભી ધનીબેન શનાભાઈ પુજાભાઈ જાદવ ઉ.વ.૬૨ નુ ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. જ્યારે ઘાયલોમાંથી કૈલાસબેન છત્રસિંહ જાદવ ઉ.46 નુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ.અન્ય આઠ થી દસ જેટલા વ્યક્તીઓને નાની મોટી ઈજાઓ થતાં અલગ અલગ દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે અકસ્માત નો ગુનો નોધી વઘુ તપાસ હાથ ધરી છે

Most Popular

To Top