Vadodara

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : પરીક્ષા કેન્દ્ર પર પરિક્ષાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત

બેન્ડ, ફૂલો, તથા ગોળ ધાણા દ્વારા વિદ્યાર્થીઓને આવકારાયા :

પ્રથમ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

ગુજરાત બોર્ડની આજથી ધો.10 અને 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ વખત પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં, કેન્દ્ર ખાતે વિવિધ રૂપે બેન્ડ, ફૂલો, તથા ગોળ ધાણા દ્વારા પરિક્ષાર્થીઓનું સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આજથી ધો.10-12ના 72668 વિદ્યાર્થીઓની 267 કેન્દ્રો પર પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધો.10માં ભાષા, ધો.12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા લેવાશે. બોર્ડ પરીક્ષામાં ચાલુ વર્ષે પ્રથમવાર રાઇટર લેનાર વિદ્યાર્થીને 1 કલાકનો સમય વધારે અપાશે. ડીઈઓ સહિત જિલ્લામાં એસ.ટી વિભાગ, એમજીવીસીએલ, બીએસએનએલ તેમજ આરોગ્ય જેવા વિભાગોને પરીક્ષા સંબંધિત વ્યવસ્થાઓ જાળવવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.

ડીઇઓ કચેરી દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ધો.10ની પરીક્ષા 4 ઝોન રાવપુરા, મકરપુરા, કારેલીબાગ અને ગોત્રીમાં 153 બિલ્ડિંગો પર 1522 બ્લોક લેવાશે. જેમાં 43873 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં માંડવી અને સયાજીગંજ ઝોનમાં 61 બિલ્ડિંગો પર 568 બ્લોકમાં 18128 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12 સાયન્સમાં માંડવી અને સયાજીગંજ ઝોનના 37 બિલ્ડિંગો પર 334 બ્લોક પર 6507 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં ગણિત વિષય લેનાર વિદ્યાર્થીઓએ બેઝીકની જગ્યાએ સ્ટાર્ન્ડ ગણિતની પસંદગી કરી હોય તેવા 15 જેટલા વિદ્યાર્થીઓની સુધારા અરજીઓ આવી હતી. આજે પહેલું પેપર હોય પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થિઓ વાલીઓ સાથે સમય કરતા પહેલા પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્રો ખાતે સંચાલક ગણો દ્વારા પરીક્ષાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વની બાબત છે કે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે મુજબ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


નિષ્ફળતા પણ મળે તો નાસીપાસ થવાની જરૂર નથી કારણ કે નિષ્ફળતા પણ એક સફળતાનો ભાગ :

રાજ્યમાંથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ પરીક્ષા એટલે વિદ્યાર્થીઓની કારકિર્દીનો એક મહત્વનો પડાવ છે. ખાસ કરીને આજે ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ થઈ છે. ત્યારે, બાળકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી. બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય આત્મવિશ્વાસનો સંચાર થાય એ માટે ભાજપ દ્વારા ચેરમેન તરીકે હું પોતે એરીયાના તમામ કાઉન્સિલરો તમામ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને ફૂલ આપી તિલક કરી અને ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષા એ ફક્ત પેપર નથી એક ગુણો માટેની કોમ્પિટિશન નથી પરંતુ આખું વરસ જે મહેનત કરી છે. જે એકાગ્રતાથી લગ્નથી ડેડીકેશન થી અને ડિસિપ્લિન શિસ્તથી મહેનત કરી છે. આજે એમને પોતાની શક્તિ નો પરિચય આપવાનો દિવસ છે ખરી કસોટી તો ધીરજ આત્મવિશ્વાસ મહેનત અને સમર્પણની છે પરંતુ પેપર લખવા જાવ અને ત્યારે એકાગ્રતાથી આત્મવિશ્વાસથી અને સમયનો અનુપાલન કરી અને ખૂબ કોન્ફિડન્સથી જે આવડતું હોય એ પ્રશ્નોના જવાબ લખવા જોઈએ પરીક્ષા એક માઈલ્ડ સ્ટોન છે જીવનની સફળતાની પહેલી સીડી છે. બિલકુલ ગભરાય વગર નિર્ભય થઈ અને કોઈપણ જાતના તળાવ અને પોતાની પર હાવી નહીં થવા દઇ એકાગ્રતાથી પ્રશ્નોના જવાબ આપવાથી 100% સફળતા મળતી હોય છે. નિષ્ફળતા પણ મળે તો નાસીપાસ થવાની જરૂર નથી કારણ કે નિષ્ફળતા પણ એક સફળતાનો ભાગ છે આજે તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો હું શુભેચ્છા પાઠવું છું કે એમણે આખા વર્ષ દરમિયાનની મહેનત કરી છે. એ ફળે અને આગળના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ : ડો.શીતલ મિસ્ત્રી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

Most Popular

To Top