Charotar

બોરસદ નહેરમાંથી ગૌવંશનું કપાયેલું માથું મળ્યું; બંધનું એેલાન

બોરસદ શહેરની શાંતિ ડહોળાય તેવા અધમ કૃત્ય સામે ભારે ફીટકાર 
ગૌવંશનું કપાયેલું માથું નહેરમાંથી મળી આવતાં ઘટનાસ્થળે  ટોળાં ઉમટ્યાં
(પ્રતિનિધિ) બોરસદ તા 19
બોરસદ શહેર નજીકની નહેરમાંથી ગૌવંશનુ માથું મળી આવવાને પગલે શહેરના શાંત માહોલ વચ્ચે અંજપો છવાયો છે. આ અંગે બોરસદ શહેર નાં તમામ હિન્દુ સંગઠનો, સામાજિક સેવાભાવી સંસ્થાઓ તથા ગાય ને માતા તરીકે પુંજનારા તમામ હિન્દુ પરિવારો, વહેપારીઓ , નાના મોટા ધંધાદારીઓ સૌને બોરસદ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
કોઈ અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની કતલ કરી બાદમાં તેનું માથું કાપી  નહેરમાં નાખી દીધું હોવાનું  ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતાં. ઘટના અંગે જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદ શહેર પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી માટે ચક્રોગતિમાન કર્યા છે. બોરસદ પોલીસે એફએસએલની મદદથી આગળની તપાસ હાથ ધરી છે.
બોરસદ શહેરના વન તળાવ વિસ્તાર પાસે પસાર થતી  નહેરમાં બપોરના સમયે નહેરના પાણીમાં ગાયનું કપાયેલું માથું જણાઈ આવ્યું હતું. ગાયનું કપાયેલું માથું જોતાં જ આજુબાજુમાં રહેતાં તેમજ આજુબાજુના ખેતરોમાં કામ કરતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તેઓએ બોરસદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં નહેરના પાણીમાંથી ગાયનું કપાયેલું માથું બહાર કાઢ્યું હતું. બીજી બાજુ ઘટનાની જાણ એફએસએલની ટીમને કરતાં તેઓ ઘટના સ્થળે આવીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ આ અંગે બોરસદ શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિન્દુ સમાજની લાગણી દુભાવવા માટે અસામાજિક તત્વો દ્વારા ગાયની કતલ કરી બાદમાં તેનું માથું કાપી નાંખી નહેરના પાણીમાં નાંખી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગૌવંશ બચાવ કાર્ય કરતા આગેવાનો અને સ્થાનિક નગરજનોએ વ્યક્ત કરી હતી. 

Most Popular

To Top