Charotar

બોરસદમાં ગૌવંશ કતલમાં 3 પકડાયાં, 2 ફરાર

બોરસદની ટેકરીયાપુરા સીમ વિસ્તારની નાની નહેરમાંથી ગાયનું માથું ફેંકવાના કેસમાં 5ની સંડોવણી ખુલી

બોરસદના શખ્સે ગૌમાંસનો નિયાઝ કરવા કતલ કરી

ગાય માલીક, વેચાણ કરનાર સહિતના શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી

(પ્રતિનિધિ) બોરસદ તા.3

બોરસદની ટેકરીયાપુરા સીમ વિસ્તારની નાની નહેરમાં પખવાડિયા પહેલાં ગૌવંશની ક્રૂરતાપૂર્વક કતલ કરી તેના માથુ, ચામડું ફેંકી દીધું હતું. આ ઘટનાના પગલે બોરસદ પંથકમાં ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે પોલીસે ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં બોરસદના જ શખ્સે નિયાઝ માટે ગૌવંશ કતલ કરી હોવાનું ખુલ્યું હતું. જોકે, પોલીસે ગાય માલીક, ગાય વેચનાર શખ્સ સહિત 6 સામે કાર્યવાહી કરી હતી. જેમાં 3ની ધરપકડ કરી છે, એક ડિટેઇન કરાયો છે. જ્યારે બે ફરાર છે.

બોરસદ શહેરના ટેકરીયાપુરા સીમ વિસ્તારમાંથી પસાર થતી નાની નહેરમાંથી ગાયનું ક્રુરતાપુર્વક કપાયેલું માથુ 19મી ઓગષ્ટના રોજ મળી આવ્યું હતું. આ અંગે ગૌરક્ષક સમિતિના સભ્ય મેહુલભાઇ પટેલ (રહે. વહેરા)ની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, બીજા દિવસે નહેરમાં થોડે દુરથી ગાયનો અન્ય ભાગ (ચમાડું) મળી આવ્યું હતું. જેથી મામલો વધુ ગંભીર બન્યો હતો અને આ બાબતે હોબાળો થયો હતો. આથી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કેસમાં પોલીસે મંગળવારના રોજ મહંમદવાસમી મનસુરમીયા ઇજાજોદ્દીન મલેક (રહે. બોરસદ), રમેશ ઊર્ફે રાધા ઉર્ફે લાલો સામંત ઠાકોર (મુળ રહે. વટાદરા, હાલ બોરસદ), ગોવિંદ ઊર્ફે મુકેશ અરવિંદ આશા પટેલ (રહે. ખટનાલ)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઇમરાન ઊર્ફે અલાદીન ઇકબાલ સદરૂદ્દીન મલેક (રહે.વાસણા (બો))ને ડિટેઇન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સાજીદ ઊર્ફે લાલો રહેમત (માસ્તર) પઠાણ (રહે. બોરસદ) અને હાસીમ મોહંમદહનીફ મલેક (રહે. બોરસદ) ભાગતા ફરી રહ્યાં છે.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ગોવિંદ ઉર્ફે મુકેશ પટેલ પાસેથી રમેશ ઉર્ફે રાધાએ ગાય ખરીદી હતી. આ ગાય તેણે કતલખાને મોકલવાના ઇરાદે મહંમદવાસીમ મનસુરમીયા મલેકને વેચી હતી. મહંમદવાસીમે ગાયની હત્યા કરી તેના માંસનું નિયાઝ કરવા માટે સાજીદખાન ઉર્ફે લાલો અને આસીમ મોહંમદહનીફ મલેક સાથે સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો.

Most Popular

To Top