Charotar

બોરસદમાં ગાડી ખરીદ્યા બાદ લોનના હપ્તા ન ભરી 10 લાખની છેતરપિંડી આચરી

સોજિત્રાના 3 શખસે બેઠી લોન સાથે કરાર કરી કાર ખરીદી હતી

બોરસદ.
બોરસદના દાવોલ ગામમાં રહેતા યુવક સાથે રૂ.10 લાખની છેતરપિંડી થઇ હતી. આ યુવકે લોન લીધેલી ગાડી કરાર કરી સોજિત્રાના શખસને વેચી હતી. જોકે, આ શખસે લોનના હપ્તા ભર્યાં નહતાં. આ અંગે બોરસદ શહેર પોલીસે 3 શખસ સામે ગુનો નોંધ્યો હતો.
દાવોલ ગામના પીપળીયા સીમમાં રહેતા સંજય મફતભાઈ ગોહેલે થોડા સમય પહેલા લોન પર બોલેરો પીકઅપ ગાડી નં. જીજે 23 એડબલ્યુ 5758 ખરીદી હતી. જોકે, કોઇ કારણસર તેણે વેચવા કાઢી હતી. આથી, સોજિત્રા રહેતા સકીલ ઉર્ફે બોડી સિરાજ વ્હોરા, સરફરાજ મહંમદ વ્હોરા અને મતીન વ્હોરાએ વિશ્વાસમાં લઇ સંજય પાસેથી બોલેરો રૂ.10 લાખમાં ખરીદી હતી. આ સમયે વેચાણ કરાર કરવામાં આવ્યાં હતાં અને તેમાં ગાડીની લોન ખરીદનારે ભરવાના હતા. પરંતુ પાછળથી આ શખસોએ લોનના હપ્તા ભર્યાં નહતાં અને ગાડી પરત માંગતા વારંવાર વાયદા જ કરતાં હતાં. આખરે છેતરપિંડી થયાનુ લાગતાં સંજયે આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે સકીલ ઉર્ફે બોડી, સરફરાજ અને મતીન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top