વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 25 શાળાઓ અને કોર્ટને બોમ્બ થ્રેટ મળી
હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પોલીસ દ્વારા ધમકી ભર્યા અલગ અલગ મેલ એડ્રેસની ઘનિષ્ઠ રીતે તપાસ
પ્રતિનિધિ વડોદરા તા.17
વડોદરા શહેરમાં 18 જેટલી શાળાઓ તથા દિવાળીપુરા કોર્ટમા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા એટીએસી તેમજ રાજ્ય અને કેન્દ્રની વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક રાખીને આઇપી એડ્રેસની માહિતી મેળવવા માટે ઘનિષ્ટ રીતે તપાસ કરી રહી છે.
વડોદરા શહેર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલી 25 જેટલી સ્કૂલોને બોમ્થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે વહેલી સવારે દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે અત્યાર સુધીમાં 26 જેટલી જગ્યાએ બોમ્બથી ધમકી મળી હતી. પરંતુ હજુ સુધી કોઇ આઇપી એડ્રેસ પરથી આરોપી સુધી પહોંચી શકાયુ નથી.
વડોદરામાં છેલ્લા બે દિવસમાં મળેલી બોમ્બની ધમકી મામલે ડીસીપી ક્રાઇમ હિમાંશુકુમાર વર્માણે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બોમ્બથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી વડોદરા તથા અમદાવાદમાં મળી છે. જેને ગુજરાત એટીએએસ સાથે સંપર્ક રાખીને ઇમેલી ઇન્પુટ્સ બાબતે કાર્યવાહી કરાઇ રહી છે. બીજી તરફ રાજ્ય તથા કેન્દ્રની અલગ અલગ એજન્સીઓને પણ બોમ્બથી ધમકી મળી રહી છે જેના આઇડી બાબતે ચર્ચા વિચારણ તથા સંકલન રાખવામાં આવી રહ્યું છે. ધમકી મળતાની સાથે સ્ટાન્ડર્ડ પ્રોસીજર મુજબ કેટલીક શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને બીડીડીએસ તથા બોમ્બ સ્કવોર્ડ દ્વારા તમામ શાળાઓને સેનેટાઇઝ કર્યા બાદ સઘન તપાસ કરવામાં આવી છે. પરંતુ 26 જગ્યાઓ પરથી એક પણ જગ્યા પરથી કોઇ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી નથી.
વધુમાં ડીસીપીએ ઉમેર્યું હતું કે ધમકી મોકલનાર ઈમેઈલ એડ્રેસ અંગે ટેકનિકલ તપાસ ચાલુ છે.
સાયબર ક્રાઈમ પોલીસ ધમકી, કાવતરું અને આઇડી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે
ટીવી જોઇને વિદ્યાર્થીઓ સહિતના લોકોને બોમ્બની ધમકીનો પ્રેંક નહી કરવા અપીલ
સતત બે દિવસથી બોમ્બથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. ત્યારે તેને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં રજા આપી દેવામાં આવી રહી છે. ત્યારે કેટલાક ટીખળખોર વિદ્યાર્થીઓ પોતાના શાળામાં પણ રજા મળે તેના માટે આવી કોઇ રજા મેળવવા માટે હરકત તે કાવતરુ ના કરે તેના માટે તમામ શાળાઓના સંચાલકો તથા તેમના વાલીઓ સાથે પોલીસ દ્વારા સતત મીટિંગ કરીને સમજણ આપવામાં આવી રહી છે.
ટીવીમાંથી સમાચાર જોઇને મેલ કર્યો હોવાની બાળકની કબૂલાત
અમિતનગર પાસે આવેલી બ્રાઇટ સ્કૂલમાં મંગળવા3રે સાંજના સમયે ધમકી મળી હતી પરંતુ આ મેલમાં અગાઉમળેલા ધમકી ભર્યા મેલ કરતા કન્ટેન્ટ સદંતર અલગ હતું. જેથી પોલીસ મેલ આઇડીની તપાસ કરી હતી ત્યારે કરી હતી ત્યારે બાપોદ વિસ્તારનું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસ દ્વારા આઇડી મેલ થયો હતો તેના બાળક તથા તેના માતા પિતાને બોલાવ્યાં હતાઅને બાળક કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે બાળકે પણ સમાચાર જોઇને પોતાની શાળામા રજા મળે માટે પ્રેંક કરતો મેલ કર્યો હોવાનું જણાવ્યું હોવાનુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અગાઉ શાળાઓને મળેલી ધમકી કરતા કોર્ટને મળેલી થ્રેટનું કન્ટેન્ટ અલગ છે
અત્યાર સુધી સ્કૂલોમાં મળેલી ધમકી કરતા કોર્ટના રજિસ્ટ્રાના મેલ પર મેળેલા બોમ્બની ધમકીના મેઇલનો કન્ટેન્ટ અલગ છે. મેલમાં લખ્યું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ રિપરકેશનના રિએક્શન એટલે કે ચુકાદાના પગલે આ સમગ્ર કોર્ટને ઉડાવી દેવામાં આવશે. આ મેસેજ મળતા જ પોલીસની વિવિધ ટીમો એક્ટિવ થઇ ગઇ હતી. ગઈકાલના શાળાઓના મેઇલ અને આજનો આ મેઇલ એક જ સોર્સમાંથી આવ્યા છે કે અન્ય કોઈ જગ્યાએથી સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરાઇ રહી છે. પોલીસ દ્વારા અત્યારે સમગ્ર પરિસરનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પરીક્ષાઓને કોઇ પ્રકારના ડર વિના પરીક્ષા આપવા આહવાન
બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા તમામ શહેરીજનો તથા વિદ્યાથીઓને કોઇ પ્રકારને પેનિક થવાની જરૂર નથી. સંપૂર્ણ સ્થિતિ પર કાબૂ મેળવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પણ સંપૂર્ણ તૈયારી કરીને કોઇ ડર વિના પરીક્ષા આપવા પોલીસ વિભાગે અપીલ કરી છે. જે અલગ અલગ મેલ મળ્યાં છે તેમના આઇડી એડ્ર્રેસની ઉંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. વિવિધ એજન્સીઓની પણમદદ લેવાઇ રહી છે. નરસિમ્હા કોમારા, પોલીસ કમિશનર