બોડેલી પાસે મેરિયા નદી ના બ્રિજ પરથી યુવાને કુદ્કો માર્યો હતો. જેને કારણે તેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અગમ્ય કરણસર યુવાને મેરીયા નદીમાં કૂદકો માર્યો હતો. નદીમાં કૂદકો મારવાનું કારણ હજુ અકબંધ છે. યુવાનને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મેરીયા બ્રિજ પરથી કુદકો મારતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવાને કૂદકો માર્યાની વાત વાયુવેગે પ્રસરતા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાની તપાસ હાથ ધરી
અને ટ્રાફિકને હળવો કર્યો હતો.