Bodeli

બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ

બોડેલી; ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પાંચ ટ્રસ્ટીઓ વિરોધમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે
બોડેલીની જાણીતી બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા નાણાકીય ઉચાપત, અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આ ફરિયાદ નોંધાઈ છે
બોડેલીમાં રહેતા નીતિન શાંતિલાલ ચોકસી દ્વારા કરાયેલી અરજીના આધાર બોડેલી કોર્ટના હુકમથી બોડેલી પોલીસે બોડેલી-ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટના 5 મુખ્ય ટ્રસ્ટીઓ સામે ગંભીર ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ફરિયાદ બોડેલી કોર્ટના હુકમ બાદ નોંધવામાં આવી છે, જેથી કરીને ઊંડી તપાસ કરવા આદેશ આપવામાં આવતા સમગ્ર મામલો ગરમાયો છે
ફરિયાદમાં આક્ષેપ કર્યા છેકે ફરિયાદીને ટ્રસ્ટી બનાવવા લાલચ આપવામાં આવી હતી અને તેમના ID અને દસ્તાવેજો મેળવી ટ્રસ્ટમાં ઉપયોગ કર્યા છે . તથા અનેક મૃત ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો બનાવી તેમની નકલી સહીઓ કરાયાનો આરોપ તેમજ એક ટ્રસ્ટી વિદેશી નાગરિક બની ભારત છોડીને ગયા હોવા છતાં પણ તેમની હાજરી બતાવાના આક્ષેપ પણ થયા છે
વર્ષોથી કાયદેસર સામાન્ય સભા, ચૂંટણી અને વાર્ષિક હિસાબ ન કરવાના આક્ષેપ પણ થયા છે
અને વર્ષોથી ખોટા હિસાબ ચલાવવાના આક્ષેપ પણ કરાયા છે કેટલીક મીટીંગોમાં ફરિયાદીની નકલી સહી કરાયાનો આરોપ પણ કરાયા છે. એવી અનેક બાબતો RTIમાંથી પણ બહાર આવી છે મહત્વના તથ્યો RTI મુજબ ટ્રસ્ટના 18 ટ્રસ્ટીઓ પૈકી 15 ટ્રસ્ટીઓનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં તેમના નામે ઠરાવો કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો.એક ટ્રસ્ટી વિદેશમાં રહે છે તથા ભારતનું નાગરિકત્વ નથી. ખુલાસો થયો છે હાલ બોડેલી પોલીસ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Most Popular

To Top