એક પછી એક ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છતાં તંત્ર મૌન
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બોડેલીમાં ફરી એકવાર કપીરાજે હુમલો કરતા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી કરીને પીડિત ને સારવાર અર્થે આરાધ્યા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સમર્પણ સોસાયટીમાં રહેતા બીપીનભાઈ ગાવીતને કપિરાજનો આતંક નડ્યો હતો. સાંજના છ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે પાછળ હાથ ધોવા ગયા હતા. ત્યારે પરત આવતા પગના ભાગે બચકો ભરી પકડી લેવામાં આવ્યો હતો. જેથી કરીને બીપીનભાઈ ગાવીતને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમને સારવાર અર્થે બોડેલી આરાધ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સારવાર દરમિયાન અંદરના ભાગમાં 35 જેટલા ટાંકા અને બહારના ભાગમાં 20 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે અને ઓપરેશન દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી .
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમા કપિરાજોના ટોળા ફરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ એક આધેડ પર કપીરાજે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતી હતી. જેમાં તેઓને પણ 18 જેટલા ટાંકા આવ્યા હતા.જેના ત્રણ દિવસ બાદ જ એક બાળકી પર હુમલો કર્યો હતો બાળકીને પણ 10 જેટલા ટકા આવ્યા હતા અને તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી.
જ્યારે ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં ફરી એક વ્યક્તિ પર હુમલો કરતા ગંભીર ઇજાના કારણે તેને 35 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. જેથી કરીને બોડેલી પંથકમાં કપિરાજ ના ખોફનો માહોલ છવાયો છે. પોતાના ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી.એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેથી કરીને તંત્ર એટલે કે જે પણ ખાતુ આ વિષયમાં જોડાયેલું હોય તેઓ વહેલી તકે સક્રિય બને અને કપિરાજને પાંજરે પૂરે એવી લોક માંગ ઉઠી છે. જેથી કરીને લોકોને સુરક્ષાનો અનુભવ થાય.