બોડેલી:
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી હતી. ભારત દેશના બંધારણના ઘડવૈયા અને શિક્ષણના પ્રતિક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મદિન હોય બોડેલી નગરમા આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને હાર ચડાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
આજે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કેક કાપી એકબીજાને ખવડાવવામાં આવ્યો હતો. અલીપુરા ચાર રસ્તા પાસે છાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં બોડેલી વિસ્તારના સામાજિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . જુની બોડેલી ખાતે નાના બાળકોને બિસ્કીટ તેમજ ચોકલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે શ્રીજી હોસ્પિટલ ડોક્ટર સેલના કન્વીનર સ્નેહલ રાઠવા સંદીપભાઈ શર્મા નીલ ભાઈ પટેલ અને જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકી હાજર રહ્યા તેમના હસ્તે બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ બોડેલી ખાતે અનેક લોકો દ્વારા અલગ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી તેમની જન્મ જયંતી મનાવવામાં આવી હતી
