Bodeli

બોડેલીમાં સવારે ૬થી ૧૦ કલાક વીજકાપ જાહેર કર્યા બાદ બપોરે ૨.૫૫ સુધી લાઈટ નહીં આવતા લોકોમાં રોષ

બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ફીડર ખાતે વીજ કાપની સમસ્યા ખૂબ જ ઉગ્ર થઈ છે. જેને લઇ લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારના રોજ વીજ પુરવઠો બંધ કરવા માટેની પ્રેસ નોટ આપવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સવારે ૬ કલાકે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે અને ૧૦ કલાકે શરૂ કરી દેવામાં આવશે.
આમ ૪ કલાક વીજ કાપ મેન્ટેનન્સ અર્થે આપવામાં આવ.શે જ્યારે ઉલ્લેખનીય એ છે કે ૪ કલાકની જગ્યાએ ૯ કલાક સુધી વીજ કાપ વીજ કાપ મૂકવામાં આવ્યો એટલે કે
બોડેલી તાલુકાના કેટલાક ગામોમાં બપોરના ૨.૫૫ કલાક સુધી વીજ પુરવઠો આપવામાં આવ્યો ન હતો. જેથી કરીને કેટલાક ગામોના લોકો ગરમીમાં પરસેવામાં રેબઝેબ થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે વીજ પુરવઠો કાપી લેતા સમયસર પાણી ના મળતા કેટલાક લોકોને નહાવાનું પાણી પણ મળ્યું ન હતું.

જ્યારે બોડેલી એમ જી વી સી એલના કેટલાક કર્મચારીઓ દ્વારા પોતાની મનમાની કરી બપોર સુધી વીજ કાપ મુકી મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. આ મેન્ટેનન્સ જ્યારે વરસાદનું પહેલુ ટીપું પડે છે ત્યારે શૂન્ય થઈ જાય છે. વરસાદી વાદળો દેખાતા જ વીજ પુરવઠો ઠપ થઈ જાય છે. એવી લોક લોક ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. જ્યારે મેન્ટેનન્સ ના નામે લોકોને કલાકો સુધી ગરમી વેઠવી પડે છે તો વરસાદ પડતા વીજ પુરવઠો પણ ચાલુ રહેવો જ જોઈએ એવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top