બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી સેવાસદન ખાતે રેશનિંગની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે માંગ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. રવિવાર હોવા છતાં, બોડેલી તાલુકાના ૭૦ જેટલા રેશનિંગ દુકાનદારોએ તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન માં જોડાઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ દુકાનદારો ૧ નવેમ્બરથી શરૂ થયેલી રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો કરવાનો સમાવેશ થાય છે. દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે.
બોડેલી તાલુકા ના દુકાનદારો આ હડતાળમાં જોડાયા છે. તેમણે સેવાસદન ખાતે ભેગા થઈ પોતાની તમામ પડતર માંગણીઓ સંતોષવા માટે સરકારને અપીલ કરી હતી અને સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. તેમના દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવેલ છે તેનું સંતોષકારક નિવારણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી
અહેવાલ: ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર