Bodeli

બોડેલીમાં રેતીના હાઇવા ડમ્પરે યુવકને અડફેટે લેતા મોત

બોડેલીના કરણ પેટ્રોલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત

બોડેલી: બોડેલીના કરણ પેટ્રોલ પંપ પાસે માતેલા સાંઢની જેમ દોડતા ડંપરથી અકસ્માત સરજી ચાલક ફરાર થયો હતો, આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે.

સ્થાનિક લોકો દ્વારા પીછો કરતા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો.. સમગ્ર ઘટનામાં રેતી મહત્વનો ભાગ ભજવે છે. છોટાઉદેપુર જિલ્લામાં રેતીના ડમ્પર સાથેના અકસ્માતો ગણવામાં આવે તો ખૂબ જ મોટો આંકડો સામે આવે એમ છે.

જિલ્લામાં રેતીના ડમ્પર સાથે અકસ્માતથી થયેલા મૃત્યુના આંકડા જો સાંભળીએ તો એવું લાગે કે જિલ્લામાં રેતીનો ધંધો જ બંધ કરાવી દેવો જરૂરી છે.

મૃતક યુવક સમીર મલેક બોડેલીના ધાનકવાડ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકનો પરિવાર એના પર જ નિર્ભર હતો. હવે એના પરિવારનું શું એવા અનેક સવાલો આજે આ ઘટના બાદ ઉઠી રહ્યા છે.

અકસ્માત ને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ બનતા બોડેલી પંથકમાં તથા યુવકના પરિવારમાં અને મિત્ર મંડળમાં ગમગીની છવાઈ છે.

અહેવાલ:;ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર

Most Popular

To Top