સૌથી વધારે દૂધ છોટાઉદેપુર જિલ્લો ભરે છે, પહેલી વાર ઘર આંગણે સાધારણ સભા મળશે
નસવાડી:;છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 50 વર્ષ પછી બરોડા ડેરી ની વાર્ષિક સામાન્ય સભા તારીખ 4/9/2025 ના રોજ યોજાશે. અત્યાર સુધી વડોદરા ખાતે સાધારણ સભા યોજાતી હતી. સૌથી વધારે દૂધ છોટાઉદેપુર જિલ્લો ભરે છે, પહેલી વાર ઘર આંગણે સાધારણ સભા મળશે. દૂધ ભરનાર સભાસદો અને મંડળીના હોદ્દેદારો છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા હતા જેને લઈને બરોડાડેરીના સત્તાધીશો એ નિર્ણય લેતા પશુ માલિકોમાં ખુશી વ્યાપી છે.
છોટાઉદેપુર નવરચિત જીલ્લો 2013માં બન્યો હતો. જયારે બરોડા ડેરીની સામાન્ય સભા 50 વર્ષથી વડોદરા ખાતે યોજાતી હતી જયારે પહેલીવાર ડેરીના હોદ્દેદારો એ બોડેલી ખાતે આવેલી અલ્હાદપુરા ખાતે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક ની સામાન્ય સભા યોજવા માટે તૈયારીઓ શરુ કરી છે. છોટાઉદેપુર જીલ્લામાંથી દરરોજ 2 લાખ 50 હજાર લીટર દૂધ ભરવામાં આવે છે. 550 જેટલી દૂધ મંડળીઓ આવેલી છે. બોડેલી ખાતે બરોડા ડેરી દ્વારા 150 કરોડના ખર્ચે દૂધ ઠંડુ કરવાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી સૌથી વધારે દૂધ બરોડા ડેરીમાં ભરાતું હોય ત્યારે 50 વર્ષ પછી બોડેલી તાલુકાના અલ્હાદપુરામાં સામાન્ય સભા મળશે.
બોડેલી તાલુકાના અલ્હાદપુરા ખાતે બરોડા ડેરી દ્વારા 45 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ પણ નાખ્યો છે. પ્રથમ વાર વાર્ષિક સભા મળનાર હોવાથી બરોડા ડેરી દ્વારા 1100 જેટલી મંડળીઓના સભાસદોને બોલાવવામાં આવશે અને વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સભાસદોની માંગણી સંતોષાતા કેટલાકનું હિત ના સંતોષાતા નેતાઓ આનો વિરોધ કરે છે. જ્યારે તેઓ 2012 સુધી સત્તામાં હતા અને તેઓ સંખેડા તાલુકામાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ છોટાઉદેપુર જિલ્લા માટે કોઈ સુવિધા ઉભી કરી ના હતી. જયારે તેઓ છેલ્લા 15 વર્ષથી સત્તામાં નથી અને તેઓ બરોડા ડેરી ની પ્રથમ વાર વાર્ષિક સભા યોજાઈ છે. તેનો વિરોધ કરતા હોવાથી દૂધ મંડળીઓના સભાસદોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે સભાસદોનો આક્ષેપ છે કે અગાઉના સત્તાધીશોએ અનેક દૂધ મંડળીઓ બંધ કરી દીધી હતી અને તેઓના વાંકે પશુ માલિકો દૂધ મંડળીમાં દૂધ ભરવાથી વંચિત રહ્યા હતા. જયારે છેલ્લા કેટલાક વર્ષોથી નવી દૂધ મંડળીઓ ખુલતા પશુપાલકોને ઘણો ફાયદો થયો છે. અગાઉના શાસનમાં 2012 માં 633 કરોડ નું ટર્નઓવર હતું . હાલ બરોડા ડેરીમાં 1464 કરોડ નું ટર્નઓવર છે .જ્યારે ટર્નઓવર વધતા તેનો નફો દૂધ ભરતા સભાસદો ને થઈ રહ્યો છે
સભાસદોને ભાવફેરના નાણાં ચૂકવવામાં આવશે
જી બી સોલંકી, બરોડા ડેરી ઉપપ્રમુખના જણાવ્યા મુજબ , બરોડા ડેરી ના દૂધ સભાસદોની વાર્ષિક સાધારણ સભા બોડેલી તાલુકાના અલ્હાદપુરા ખાતે મળી રહી છે, જેમાં દૂધ સભાસદો ને ભાવફેર ના નાણાં ચૂકવવામાં આવશે. ત છોટાઉદેપુર જિલ્લાના પશુ માલિકો દ્વારા અને દૂધ મંડળીઓની માંગણી હતી કે નવો જીલ્લો બન્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં વાર્ષિક સાધારણ સભા યોજાવી જોઈએ. જેનાથી દરેક સભાસદ આવી શકે તે હેતુ થી સભા રાખવામાં આવી છે. વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો અમારા માટે એક સરખો છે જ્યારે ત્રણ જિલ્લાની બરોડા ડેરી છે, કોઈ પક્ષપાત સામાન્ય સભાનો રાખવો ના જોઈએ. બધાજ પશુપાલકો દૂધ ભરે છે. તેમનો દરેકનો સમાન હક છે. અત્યાર સુધી વડોદરા ખાતે સામાન્ય સભા રાખતા હતા ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 50 વર્ષ પછી સામાન્ય સભા રાખવાનો નિર્ણય કર્યો છે તે પશુમાલિકોના હિત માં કર્યો છે