બોડેલી: બોડેલીના સાગદરા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલની પેરાફિટનો એક ભાગ તૂટેલી હાલતમાં છે. રાત્રીના સમયે અકસ્માતની ભીતિ વાહન ચાલકોમાં સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પેરાફિટ નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

બોડેલી તાલુકામાં બ્રીજોની પેરાફિટ જર્જરિત અથવા તો તૂટેલી હાલતમાં હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે બોડેલી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ પર વાઘોડિયા સુધીના અન્ય ગામોને જોડતા બ્રીજોની પેરાફિટો નમેલી તેમજ તૂટલી હાલતમાં જોવા મળી રહી છે . સાગદરા, અછાલી ગામને જોડતા બ્રિજની પેરાફિટ છેલ્લા કેટલાક દિવસથી તૂટેલી હાલતમાં છે. લોકોએ સાવચેતીના ભાગ રૂપે લાકડાની મુક્યા છે.

જો કે રાત્રીના સમયે અંધારાના કારણે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. અછાલી, સાગદરા ગામના ખેડૂતોની ખેતી અન્ય વિસ્તારોમાં હોવાથી સતત વાહનોની અવાર જવર રહેતી હોય છે. કોઈ દુર્ઘટના બને તે પહેલા તંત્ર આ બાબતને ગંભીરતા થી લઇ પેરાફિટના એક ભાગની મરામત કરે તેવી માંગ ઉઠવા પામી છે