Bodeli

બોડેલીના દિવાન ફળિયાના ઘરોમાં પાણી પ્રવેશ્યા, લોકોને આખી રાત ઉજાગરો

બોડેલી: છેલ્લા 24 કલાક થી છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ બોડેલીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો બહાર આવ્યા છે.

બોડેલી નગરમાં દિવાન ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા ત્યાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાત્રિના બે કલાક દરમિયાન ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને આખી રાત જાગવાનો વારો આવ્યો હતો.

જ્યારે ઘરોમાં પાણી ભરાતા લોકોએ ખાટલા પર બેસીને આખી રાત કાઢી હતી.

વારંવાર ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે. જેથી કરીને ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે

વિડિઓ: ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર

Most Popular

To Top