બોડેલી: બોડેલી તાલુકાના જબુગામ ખાતે રેલવેના ગરનાળાની પાસે સવારના સમયે ટ્રેન પસાર થતી હતી તે વખતે એક વ્યક્તિ અચાનક રેલ્વે ટ્રેનની હડફેટે આવતા ટ્રેન ઉભી કરી દેવામાં આવી હતી. છતાં પણ તે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી કરીને 108 બોલાવી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો .
બનાવ સમયે ખૂબ જ મોટી સંખ્યામાં લોક ટોળા ભેગા થયા હતા.. મળતી માહિતી મુજબ ટૂંકી સારવાર આપી ઈજા પામનાર વ્યક્તિ પાસે રેલવે પોલીસ પણ તપાસ અર્થે પહોંચી હતી અને ઇજા પામનાર વ્યક્તિને વધુ ઇજા હોવાથી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યો હતો. ઈજા પામનાર વ્યક્તિનું નામ રમેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે