Bodeli

બોડેલીના ચલામણી આઉટ પોસ્ટ વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા


બોડેલી: છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લામાંથી પ્રોહી,જુગાર ની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલીના માર્ગદર્શનથી પોલીસના માણસો બોડેલી પો.સ્ટે. વિસ્તારના ચલામલી આઉટ પોસ્ટ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.રણજીતસંહ બળવંતિસંહને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે કોસિદ્રા સુકલી કોતરડી ગામે જવાના રસ્તા ઉપર નાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ટોર્ચના અજવાળે પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે. આ જગ્યાએ બે પંચો રૂબરૂ રેડ કરતા પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને પકડી પાડી રોકડા રૂપિયા કુલ કિં રૂ.૧૨,૫૫૦નો મુદામાલ કબજે કરી કુલ પાંચ ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે
પકડાયેલ આરોપીઓ
(૧) ભલાભાઇ ભીખાભાઇ નાયક ઉ.વ.૩ ૩ ધંધો.મજુરી (૨) સિતષભાઇ ઉૅફેં ગલો સોમાભાઇ નાયકા (૩) અજુનભાઇ કંચનભાઇ નાયકા (૪) શીવાભાઇ ચન્ુભાઇ યાદવ આરોપી નં.(૧) થી (૪) રહે.કોસિંદ્ર સુકલી કોતરડી તા.બોડેલી જી.છોટાઉદેપુર (પ) મહંદ્ભાઇ દહરીયાભાઇ નાયકા ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.સરગઇ નિશાળ ફળીયુ તા.બોડેલી જી.છોટાઉદેપુર

કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) ડી.એસ.વાઢેર પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન (ર)એ.એસ.આઇ.રણજીતિસંહ બળવંતિરંહ બોડેલી પોલીસ સ્ટેશન(૩)અ.પો.કો.કુલદીપભાઇ નરોત્તમભાઇ બોડેલી પોલીસ સ્ટેશન (૪)આ.પો.કોવિજયભાઇ મગનભાઇબોડેલી પોલીસ સ્ટેશન

Most Popular

To Top