Bodeli

બોડેલીના કાંટવામાં જૂથ ગ્રામ પંચાયત ઘર રૂ.૧૪.૮૮ લાખના ખર્ચે તૈયાર થઈ એક વર્ષ થી ધૂળ ખાઈ રહ્યું છે


ક્યારે થશે લોકાર્પણ તેની લોકો રાહ જુએ છે

લાખો રૂપિયા ના ખર્ચે નવું પંચાયત ઘર બનાવવામાં તો આવ્યું પરંતુ બિન ઉપયોગી સાબિત નીવડતા અરજ દારોને હાલાકી યથાવત

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના કાંટવા જૂથ ગ્રામ પંચાયત ઘર અંદાજે ૧૪.૮૮ લાખ રૂપિયાના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે. એને પણ અંદાજે એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય હજુ સુધી લોકાર્પણ કરવામાં તંત્ર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. લોકાર્પણ કરવાની તસ્દી આજદિન સુધી ન લીધી હોવાથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. મોટાકાંટવા ગ્રામ પંચાયત હાલ જર્જરિત હાલતમાં મુકાઇ ગઈ છે. સરકારની યોજનાઓનો લાભ લેવા કે અન્ય કામ કાજ અર્થે આવતા અરજદારોને પંચાયત ઘર તૈયાર હોવા છતાં જર્જરિત હલકમાં મુકાયેલી પંચાયત ઓફિસે આવવું પડે છે . જ્યારે ચોમાસાની સીઝન માં પંચાયત ઘર માં પાણી દિવાલો ઉપર તેમજ આખા મકાનમાં ઉતરતા તલાટી કમ મંત્રીને પણ અરજદારોના કામકાજ કરવા પણ મૂશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

પંચાયત ઘર છેલ્લા એક વર્ષથી તૈયાર થઈને ઊભું છે. અને ધૂળ ખાઈ રહ્યું છે. એની તકેદારી ના રાખવાથી ખંડેર હાલતમાં મુકાવા જઈ રહ્યું છે. તેમજ પંચાયત ઘર ને લોક ના મારવાથી કેટલા લોકો પંચાયત ઘરનો દુરુપયોગ પણ કરતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવે તો લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પંચાયત ઘરની સંભાળ બની રહે ને ખંડેર થતા અટકાવી શકાય તેમ છે. અરજદારોને હાલાકીમાંથી રાહત મળે તેમ છે.

Most Popular

To Top