Bodeli

બોડેલીના ઉચાપાન ખાતે અરજીના અનુસંધાને તાલુકા કક્ષાની ટીમ તપાસ અર્થે આવી

ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાની અરજીને લઈ તાલુકા કક્ષાની ટીમે વિવિધ જગ્યા પર કામોની તપાસણી કરી

સંરક્ષણ દિવાલ, ભૂગર્ભ ગટર લાઈન, પેવર બ્લોક, બોર મોટર, સીસી રસ્તાના કામ અને શેડની કામગીરીની તપાસ કરાઈ

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાપાન ગ્રામ પંચાયતમાં 2021 22 23 24 ના વિવિધ યોજના હેઠળ ચાલુ વર્ષે માં થયેલા કામો અંદાજે 15 લાખ રૂપિયામાં કરવામાં આવ્યા હતા. જેમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબના કામો ન થયા હોવા અને ગેરરીતિ થઈ હોવાની લેખિત રજૂઆત સાથે ગામના યુવકે મુખ્યમંત્રી કાર્યાલય અને તાલુકા કક્ષાએ કરેલી અરજીને ધ્યાને લઈ તાલુકા કક્ષાની ટીમે પંચાયતમાં થયેલા કામોનું આજ રોજ નિરીક્ષણ કર્યું હતું.

ઉંચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે સીસી રોડ, પેવર બ્લોક, બેંક ઓફ બરોડા ઉંચાપાન ગ્રામ પંચાયતમાં શેડ, આદિવાસી મા. શાળામાં શેડ, સીસી રોડ, જેસીંગપુરા નવીનગરીમાં સ્મશાન ખાતે શેડ તેમજ ઘાઘરપુરમાં બોર મોટર અને સીસી રોડ અને પેવર બ્લોકના વિવિધ યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યા હતા. ત્યારે ઊંચાપાનના જાગૃત નાગરિકે સ્થળ પર હલકી કક્ષાના તેમજ કામોમાં ગેરરીતિ આચાર્યની ફરિયાદ તાલુકા કક્ષાએ કરી હતી. આજે તાલુકા કક્ષાની ટીમે અરજદાર અને તલાટી કમ મંત્રીને સાથે રાખી સ્થળ મુલાકાત કરી દરેક થયેલા કામોની ચકાસણી કરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top