Bodeli

બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં ખદબદતી ભારે ગંદકીમાં BJP ના ખેસ મોટી માત્રામાં નજરે પડ્યા

ભારે ગંદકીમાં આ ખેસ કોણ નાખી ગયું તેને લઇને સવાલો ઉભા થયા

બોડેલી: બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં ખદબદતી ભારે ગંદકીમાં BJPના ખેસ મોટી માત્રામાં નજરે પડ્યા હતા. ભારે ગંદકીમાં આ ખેસ કોણ નાખી ગયું તેને લઇને સવાલો ઉભા થયા છે .

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નવીનગરી સોસાયટી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ મોટી માત્રામાં રઝળતી હાલત નજરે પડી રહ્યા છે. જયારે થોડેક જ દૂર ગંદા પાણીના સામ્રાજ્યની વચ્ચે પણ એક બે ખેસ નજરે પડી રહ્યા છે. સવારના સમયે સુવર અને કુતરાઓ આ ખેસ પર ચાલી રહ્યાં હતા અને આ ખેસ પર આરામ કરતા પણ નજરે પડ્યા હતા આ રીતે અલીખેરવા વિસ્તારમાં આ ખેસ કોણ ફેંકી ગયું હશે તેને લઇ હવે સવાલ ઉભો થયો છે જયારે આ ખેસ ફેંકનાર અને આવુ કૃત્ય કરનાર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે સ્થાનિક લોકો આ ખેસ કોણ નાખી ગયું તે વિશે જવાબ આપવાનું ટાળે છે.



ભાજપના કોઈ આગેવાનનું જ આ કૃત્ય હોઈ શકે
એક તરફ ભારતીય જનતા પાર્ટી શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છ. ત્યારે બીજી તરફ આ રીતે કચરામાં ભારતીય જનતા પાર્ટીના મોટી માત્રામાં ખેસ મળી આવ્યા છે. જેને લઇ અનેક સવાલો ઉદભવી રહ્યા છે. સ્થાનિક પાસે આટલા બધા ખેસ આવી ન શકે ,પરંતુ પાર્ટીના કોઈક કાર્યકર્તાએ આ કૃત્ય કર્યું હોઈ તેવી શક્યતા હોઈ શકે છે. જો નજીકમાં સીસીટીવી હોત્ તો આ કૃત્ય કોણે કર્યું તે સ્પષ્ટ થઇ શકે તેમ હતું. તો બીજી તરફ પોતાની પાર્ટી સામે નારાજ તેમજ રોષ વ્યક્ત કરનારે આ કૃત્ય કેમ કર્યું તે દિશામાં તપાસ થવી જરૂરી છે.

Most Popular

To Top