વડોદરા શહેરમાં પધારી રહેલા મહાનુભાવોને આવકારવા માટે અહીંના કલાકારોએ દેશભક્તિના ગીતો સાથે રજૂ કરેલા ડાન્સથી ગજબનું આકર્ષણ ઉભું થયું હતું.
બોડીરોક ગ્રુપ દ્વારા વડાપ્રધાન મોદીના સ્વાગત માટે દેશભક્તિ ડાન્સ, તેમાં સેનાના જવાનોના પરિધાન સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ સમુહમાં સામેલ સાત નૃત્યકારોએ ઉત્સાહભેર ડાન્સ રજૂ કરી લોકોમાં આકર્ષણ સાથે દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.