Vadodara

બોગસ ડિગ્રીથી પ્રેક્ટિસની ધમકી આપીને સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ કમ્પાઉન્ડર પાસેથી રૂ. ૨.૩૦ લાખ ખંખેરી લીધા.

તંત્રી, રિપોર્ટર સહિત ચાર ખંડણીખોરો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરતા બનાવટી પ્રેસ રિપોર્ટરીમાં ફફડાટ વ્યાપી ગયો.

ભદામ ગામમા રહેતા તબીબ જયેશ શિવલાલભાઈ પટેલ તેમના જ મકાનમાં નીલકંઠ ક્લિનિક નામે ખાનગી પ્રેક્ટિસ કરે છે.બી.ઈ.એમ એસ સુધી અભ્યાસ કરી ચૂકેલા ડોક્ટરનુ દવાખાનું સરકારમાં રજીસ્ટાર થયેલું છે.મદદ અર્થે તબીબે વિષ્ણુંકાંત આર કંસારાને (કમ્પાઉન્ડર) ની ફરજ સોંપી છે. ગત એપ્રિલ માસની 9 મી તારીખે તબીબ ક્લિનિક માંથી બહાર ગયા હતા.રાત્રે ૯ વાગ્યે અબુ મુલ્લા અને ખાલીદભાઈ શેખ નામના બે ઈસમ અને એક સગીર પેશન્ટ ક્લિનીક પર આવ્યા હતા કમ્પાઉન્ડર ને ઈસમે જણાવ્યું કે સગીરને ખંજવાળની તકલીફ છે જેથી ડો. કંસારાની સલાહ મુજબ પાંચ દિવસ ની ખંજવાળની ટેબલેટ આપી હતી. કંપાઉન્ડરની જાણ બહાર ત્રણેય શખ્સોએ વિડીયોગ્રાફી કરી લીધી હતી. પ્રેસના નામે તોડ પાડવા તા.૧૧ એપ્રિલ થી તા.૮ મે દરમિયાન અબુ મુલ્લાએ પોતે રિપોર્ટર અને ખાલીદ શેખ તંત્રી હોવાની ઓળખાણ આપી હતી.અને સ્ટિંગઓપરેશન કરી લીધું હતું આ બધુ ડિગ્રી વિના ચાલે છે અમારી પાસે તમામ વિડિયો છે આ વિડીયો સરકારી કચેરીવાને પોલીસમાં આપીને જેલમાં પુરાવી દઈશું દવાખાનું પણ બંધ કરાવી દઈશ એવી ધમકી આપતા કમ્પાઉન્ડર ફફડી ગયો હતો અને આજીજી કરતા કમ્પાઉન્ડર પાસે ખંડણીખોરોએ પાંચ લાખની માગણી કરી હતી. સામાન્ય નોકરી હોવાનું જણાવતા કમ્પાઉન્ડરને તળજોડ કરીને બે લાખ રૂપિયામા સમાધાન કરવા જણાવ્યું 80000 તુરંત ખંખેરી લીધા બાદ બીજા 1.20 લાખ પેટે કોરો ચેક પણ લખાવી લીધો હતો અને બીજા દિવસે પોઇચા રોડ ઉપર રોકડ લઈને ચેક પરત કર્યો હતો. ત્યારબાદ પણ અવારનવાર કમ્પાઉન્ડર ને સતત બ્લેકમેલ કરતા હતા ગુનામાં તંત્રી અને રિપોર્ટર ઉપરાંત અન્ય બે ઈસમો પણ નાણાં લેવા આવતા હતા. દર મહિને 10,000 નો હપ્તો બાંધી આપવા દબાણ કરતા હોવાથી કમ્પાઉન્ડરે આનાકાની કરી હતી જેથી તેના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારે ઈસમોએ કુલ રૂ.૨.૩૦ લાખ પડાવી લીધા બાદ પણ વધુ નાણાં પડાવવા માગણીઓ ચાલુ રાખી હતી ત્રાહિમામ પોકારી ગયેલા કમ્પાઉન્ડરે આખરે ના છૂટકે ચારેય ઈસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ કરતા જ ખંડણીખોર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે તમામને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top