ડોક્ટરે હ્યુમન બાઇટના જગ્યાએ બૈયરું કરડ્યાનો ઉલ્લેખ કરતાં વિવાદ
(પ્રતિનિધિ) વીરપુર તા.30
વીરપુર સરકારી હોસ્પિટલમાં રોજ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ઘાયલ અવસ્થામાં આવેલા વ્યક્તિએ પત્નીએ બચકાં ભર્યાં હોવાની કેફિયત આપી હતી અને ધનુરના ઇન્જેકશન મુકાવ્યાં હતાં. આ મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
સામાન્ય રીતે કોઇ વ્યક્તિને સાપ, કુતરૂ કે અન્ય કોઇ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આ સમયે ડોક્ટર તેમને ધનુરનું ઇન્જેકશન મુકતાં હોય છે. પરંતુ વીરપુરમાં સોમવારના રોજ રોજ ઘાયલ અવસ્થામાં આવેલી વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની કેફિયત રજુ કરી હતી. જોકે, ડોક્ટરે સારવાર શરૂ કરી તેને ધનુર ન થાય તે માટે દવા પણ આપી હતી. આ અંગે કેસ પેપરમાં પણ નોંધ કરાઇ હતી. જોકે, આ મુદ્દે કોઇ પોલીસ ફરિયાદ નોંધા નથી. પરંતુ સમગ્ર મામલો વીરપુરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલામાં ડોક્ટરે કેસ પેપરમાં બૈયરૂ કરડ્યું હોવાનો ઉલ્લેખ કરતાં વિવાદ ઉભો થયો છે. આ કિસ્સામાં મેડિકલ ભાષામાં હ્યુમન બાઇટની જગ્યાએ આ રીતે શબ્દ વાપરતાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
બૈરું કરડ્યું….! પત્નીએ પતિને બચકું ભરતાં ધનૂરના ઇન્કેશન લેવા પડ્યા…
By
Posted on