વડોદરા, તા. ૧૪
યુવા વયે અનેક સમસ્યાઓથી ઝઝુમતા યુવાનો સમસ્યાઓના ભાર નીચે દબાઈ જતા આખરે મજબુરી વશ અંતિમ પગલા રૂપે આત્મહત્યાનું પગલું અપનાવતા હોય છે ત્યારે આજે શહેર – જીલ્લામાં આત્મહત્યાના બે બનાવો સામે આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
સ્વામિનારાયણ ગુરુકુલ પાસે , વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા કેસારકર શ્રીકાંત (ઉ.વ. ૩૫) નાઓ પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. આજે બપોરે અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બનાવ અંગેની જાણ કપુરાઈ પોલીસને થતા બનાવ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં છાણી કેનાલ રોડ પર રહેતા તુષાર પ્રજાપતિ (ઉ.વ. ૨૦) નાઓએ પણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. પરિવારમાં એકના એક દીકરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી દેતા માતાની હાલત કફોડી બની હતી. સયાજી હોસ્પીટલમાં પુત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડતા માતા બેભાન બની હતી અને તેને તાત્કાલિક વિભાગમાં દાખલ કરવાની સ્થિતિ ઉદભવી હતી. જોકે બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા માટે છાણી પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.