ઈ ચલણ, અકસ્માત, ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતના વિવિધ કેસો અન્વયે કાર્યવાહી
ઈચલણ ન ભરનાર વાહન ચાલકોના સૌથી વધુ લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કુલ 106 જેટલા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ પડતા ઈ ચલણ, અકસ્માત, ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતના વિવિધ કેસો અન્વયે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા આરટીઓ વિભાગે પોલીસ વિભાગના સૂચના અને કાર્યવાહી આધારે છેલ્લા બે મહિનામાં 106 જેટલા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દરજીપુરા આરટીઓ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કુલ 106 જેટલા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ ઈ ચલણ, અકસ્માત, ડ્રીંક એન્ડ ડ્રાઇવ સહિતના વિવિધ કેસો અન્વયે આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ માસમાં પણ અન્ય લાયસન્સ વાહન ચાલકોના સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વધતા અકસ્માત અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફિક શાખા કાર્યવાહી કરી રહી છે. ત્યારે આરટીઓ વિભાગ દ્વારા બે મહિનામાં 106 જેટલા લાયસન્સ કરવામાં આવ્યા છે. જેમાં ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને ફેટલ અંતર્ગત 20થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તે તમામ લાયસન્સ આગામી 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે ઇ ચલણ ન ભરનાર વાહન ચાલકોના સૌથી વધુ લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
