રોડ પૂરો નહિ થાય તો અધિકારીઓને રોડ પર દોડવિશ એવી પૂર્વ ધારાસભ્યની ધમકી પોકળ સાબિત થઈ
વાઘોડિયા
વાઘોડિયા થી પીપળીયા સુધીનો સાત કિમી નો ફોર ટ્રેક રોડ છેલ્લા બે વર્ષથી ગોકળ ગતિને પણ શરમાવે તે પ્રકારની કામગીરીથી ચાલતો હોવા છતા જનતા વિકાસની કામગીરીનો તમાશો ધીરજ ધરી જો઼ઈ રહી છે. પુર્વ ધારાસભ્ય મધુ વાસ્તવના હસ્તે ખાતમુર્હત કરાયા બાદ છેલ્લા બે વર્ષમા બે કોન્ટ્રાક્ટરો અધુરો રોડ મુકી સરસામાન લઈ પલાયાmન થઈ ગયા છે. જનતા આ રોડ બાબતે હેરાન થતા કલેક્ટર અને રાજ્ય સરકારમા કાગળો લખી થાકી ગઈ છે . પુર્વ અપક્ષ ધારાસભ્યે તો રોડ પુરો નહિ થાય તો કોન્ટ્રાક્ટર અને અઘિકારીઓને રોડપર દોડાવીશની ઘમકી આપવા છતા રોડ મંથર ગતીએ પુરો નથી થયો.ચુંટણી પહેલા જનતાને ખુશ કરવા રોડની કામગીરી શરુ થઈ હતી, પરંતુ ચુંટણી પુરી થતાંજ રોડ રામભરોસે મુકી કોન્ટ્રાક્ટર પલાયન થઈ ગયો છે. ચોમાસુ માથા પર છે , જુનમા ડામરરોડના કામો બંઘ થઈ જશે l. તેવામા ભાજપ સરકારનો આ રોડ કદાચ ગુજરાતમા પ્રથમ હશે જે સાત કિમી રોડ બનાવવા બે ધારાસભ્યો અને બે બે કોન્ટ્રાક્ટર બદલાવવા છતા અધુરો રહ્યો. ભાજપ સરકારના રાજમા આટલો મોટો મંથર ગતીનો વિકાસ જોઈ જનતા થાકી ગઈ છે. કેટલાક ઠેકાણે રોડ ખોદકામ, પેચીંગ, ઠિંગરા, સાઈડ સોલ્ડરીંગ, કાંસના પાઈપો,ડિવાઈડર, માર્કીંગ પટ્ટા, સાઈનબોર્ડ અને લાસ્ટ લેયર જેવી કામગીરી હજુ અઘુરી છે. ભાજપના રાજમા સરકારી બાબુઓ મનમાની કરી રહ્યા છે પ્રજાની પિડા સ્પર્શતી નથી..રોડ પર ખાડાઓ યથાવત છે તેવામા ભરોસાની ભાજપ સરકાર પર કરેલો પ્રજાએ ભરોસો ક્યારે પુરો કરે છે. માથાપર ચોમાસુ છે કોન્ટ્રાક્ટર ગાયબ છે. કામ અઘુરૂ છે, ત્યારે જીલ્લા માર્ગ મકાન વિભાગ ચમત્કારની રાહ જુએ છે કે કામ આપોઆપ પુરૂ થઈ જશે? ચુંટણી ટાંણે લોકોને ભરમાવવા માટે કામ શરુ કરાયુ હતુ કે શુ. ? ચુંટણી બાદ રોડપરની મશીન નરી અદ્રશ્ય થઈ ગઈ.રુપીયા ૧૪ કરોડના ખર્ચે આ રોડ તૈયાર થતા હજુ કેટલા વર્ષો લાગશે ? પ્રજા તેનો જવાબ માંગે છે.બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના યુગમા ૭ કિમીના રોડમા બે વર્ષ પુરા થવા છતા અઘુરો રહ્યો તેની પાછળ જવાબદાર અઘિકારીઓ સામે સરકારે ખુલાસો માંગી યોગ્ય કાર્યવાહિ કરવી જરુરી થઈ પડે તેમ છે.
બે ધારાસભ્ય બદલાયા પણ વડોદરાથી વાઘોડિયાના ફોર ટ્રેકનું કામ અધૂરું
By
Posted on