Vadodara

બે અલગ અલગ બનાવોમાં બાઇક ટક્કરે એક આધેડ તથા મહિલાનું સારવાર દરમિયાન SSGH માં મોત…

જંબુસરના આધેડનું રોડ ક્રોસ કરતી વખતે બાઇક ટક્કરે ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું

જરોદ નજીક બાઇક પર જતી મહિલાને પાછળથી આવતી બાઇકે ટક્કર મારતાં ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

(પ્રતિનિધિ) વડોદરા તા. 08

બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનામાં બાઇકની ટક્કરે ઇજાગ્રસ્ત એક જંબુસરના વયોવૃદ્ધ પુરુષ તથા જરોદ નજીક બાઇક અડફેટે ઇજાગ્રસ્ત આધેડ મહિલાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, ભરુચ જિલ્લાના જંબુસરના નૂરી મસ્જિદ સામે આવેલા કપાસીયાપુરા ખાતે રહેતા ઇબ્રાહિમ રસિકભાઇ પટેલ નામના 75વર્ષીય વૃદ્ધ ગત તા. 06 નવેમ્બરના રોજ ગોધરા ગ્રીન પાર્ટી પ્લોટ હાઇવે પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતાં તે દરમિયાન ટુ વ્હીલર ની અડફેટે તેઓને ઇજા પહોંચી હતી જેથી પ્રથમ સારવાર ગોધરા સીએચસી સેન્ટરમાં કરાવ્યા બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા રિફર કરતા સારવાર દરમિયાન ગત તા.07નવેમ્બરના રોજ સાંજે એસ આઇ સી યુ એ યુનિટમા મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા એક બનાવમાં પાવીજેતપુરના ધોળા ફળિયામાં રહેતા કોકીલાબેન વાઘરી ગત તા.02જી નવેમ્બરના રોજ બાઇક પર બેસી જરોદ નજીકથી પસાર થતા હતા તે દરમિયાન પાછળ થી આવેલ એક બાઇકે ટક્કર મારતાં કોકીલાબેન ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને પ્રથમ સારવાર અર્થે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જરોદ સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું ગત તા.08નવેમ્બરના રોજ સર્જિકલ આઇસીસીયુ સર્જરી જીએચ યુનિટ માં મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top