કોર્પોરેશનમાં ૬૭/૩/સી હેઠળ વધુ રૂપિયા ૭૯ લાખના બિલો રજૂ થયા..
પાલિકાની સ્થાયી સમિતિમાં ૬૭/3/સી હેઠળ થયેલા અલગ અલગ ત્રણ કામોના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અને ટુરિસ્ટ શાખાનો સમાવેશ થાય છે.
સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં વહીવટી વોર્ડ નંબર પાંચમાં મહાવીર હોલ ચાર રસ્તા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે મુખ્ય માર્ગ પર ભંગાણ પડતા ડ્રેનેજ લાઈન અને તેને અનુસંઘી કામગીરી જીપીએમસી એક્ટની કલમ 67/3/સી હેઠળ ઇજારદાર મે.ઓમ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવી હતી. જે માટે તેણે ₹34,50,371નું બિલ પાલિકાને પાઠવું છે. તેવી જ રીતે વહીવટી વોર્ડ નંબર 10માં ગોત્રી સાઈ મંદિર રોડ પર હયાત ડ્રેનેજ ગ્રેવીટી લાઈનના મશીન હોલમાં પડેલ ભંગાર દુરસ્તી કરવાની કામગીરી માટે મે.ભાવેશ આર પંડ્યાએ જીપીએમસી એક્ટની કલમ 67/3/સી હેઠળ કરેલી કામગીરીનું બિલ ₹9,58,878 રજૂ કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા પાલિકા સંચાલિત અલગ અલગ બે નગર ગ્રુહમાં ફાયર સિસ્ટમની કામગીરી 67/3/સી હેઠળ કરાતા રુદ્ર ફાયર અને સેફટીએ સર સયાજીરાવ નગર ગૃહમાં કરેલા કામ માટે રૂપિયા 17,92,487 અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગ્રુહમાં કરેલ કામગીરી માટે 16,92,208નું બિલ રજૂ કર્યું છે. સ્થાયી સમિતિને તમામ બિલો ધ્યાને લાવવામાં આવ્યા છે.