દબાણ શાખાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા અને લારી-ગલ્લાવાળાને હેરાન ન કરવામાં આવે તેવી માંગ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવવાની કામગીરી હેઠળ પાલિકા તંત્ર દ્વારા અનેક લારી-ગલ્લાવાળાને હટાવી અથવા લારી ગલ્લા જપ્ત કરી રહી છે. જેના કારણે રોજગારી ગુમાવવી પડી રહી છે. આ કડક કાર્યવાહીથી લારી-ગલ્લા કે છૂટા વેપારી વર્ગ પર અસરો પડતા આજે પાલિકાની વડી કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું દૃશ્ય જોવા મળ્યું. બેરોજગાર બનેલા, રોજી રોટી ગુમાવનાર 200થી વધુ લારી-ગલ્લા ધારકો તેમજ તેમના પરિવારો સાથે ખુલ્લેઆમ ન્યાય માટે એકઠાં થયા હતા અને તંત્ર સામે પોતાના દુ:ખ અને ગુસ્સાનો ઉચ્ચાર કર્યો હતો.


પ્રદર્શન દરમિયાન ભારે ગજબનો ઝળહળાટ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સામેલ થયેલા લારીધારકોએ ‘હાય રે કોપોરેશન હાય હાય’, ‘પાલિકા ની તાનાશાહી નહીં ચલેગી’, ‘અમને રોજી-રોટી આપો’, ‘નીતિ નહીં અન્યાય નહીં’ જેવા ઉગ્ર સૂત્રોચાર થી માહોલ ગુંજી ઉઠ્યો હતો. પ્રદર્શનકર્તાઓએ પ્લેકાર્ડ્સ સાથે ન્યાયમાગતા જુથમાં તાલમેલથી વિરોધ નોંધી માસૂમ બાળકો સહિતના પરિવારજનો પણ સામેલ થયા હતા.
પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર યોગ્ય વિચારણા ન કરે ત્યારે વિરોધ વધુ તીવ્ર બનાવાશે.
“અમે દુ:ખી છીએ, પણ રોજગારના અધિકાર માટે અંત સુધી લડીશું,” તેમ લારીધારકો એ જણાવ્યું હતું.