વડોદરા: બરાનપુરા પાલિકા તંત્રે રખડતા ઢોર અને ગેરકાયદેસર પશુઓની લે-વેચ સામે કાર્યવાહી હાથ ધરી છે. ચુનારાવાસમાં એક ઢોરવાડો સીલ કરવામાં આવ્યો છે અને નવાપુરાના બેઠક મંદિર પાસેના ઢોરવાડાના માલિકને લાઇસન્સ વિના કામગીરી બદલ દંડ ફટકારાયો છે.

શહેરના બરાનપુરાના ચુનારાવાસમાં આવેલ ઢોરવાડામાં ગેરકાયદે પશુઓની લે-વેચ થવાની આશંકા પર તે ઢોરવાડો સીલ કરવામાં આવ્યો છે. તેમજ નવાપુરા ખાતે બેઠક મંદિર પાસેના ઢોરવાડાના માલિક પાસે લાઇસન્સ ન હોવાને કારણે ₹૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પાલિકા તંત્ર દ્વારા આ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી અને માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો. વિજય પંચાલની આગેવાનીમાં કરવામાં આવી હતી. ઢોરવાડાના માલિકને લાઇસન્સ અંગે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં તે લાઇસન્સ મેળવવા માટે કાર્યવાહી ન કરવાને કારણે દંડ ફટકારાયો છે.