Vadodara

બેચલર ઓફ એન્જીનિયરિંગના છેલ્લા વર્ષના અભ્યાસુ વિદ્યાર્થીઓને જોબ ઓફર

ગત વર્ષની સરખામણીએ પ્લેસમેન્ટમાં 10 ટકાનો વધારો

31 જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓને સરેરાશ 5.5 લાખ રૂપિયાના પગાર પેકેજની ઓફર કરી

( પ્રતિનિધી )વડોદરા,તા.31

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને લોટરી લાગી છે. બેચલર ઓફ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા 125 જેટલા વિદ્યાર્થીઓને 31 જેટલી કંપનીઓ દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછા ત્રણ લાખથી 5.5 લાખ રૂ.ના પગાર પેકેજની ઓફર કરી છે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કેમ્પસ પ્લેસમેન્ટમાં 125 જેટલા વિદ્યાર્થીઓને ત્રણ મહિનામાં જ કંપનીઓ દ્વારા જોબ ઓફર કરી દેવામાં આવી છે. વર્ષ 2025-26 ના શૈક્ષણિક વર્ષની શરૂઆતના ત્રણ જ મહિનામાં ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લોટરી લાગી છે. ફેકલ્ટીમાં પ્લેસમેન્ટ સેલની કામગીરી સંભાળતા પ્રોફેસર જયેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ પ્લેસમેન્ટમાં 10% જેટલો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 31 જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓએ સરેરાશ 5.5 લાખ રૂપિયાના પગાર પેકેટની ઓફર કરી છે. જેમાં ઓછામાં ઓછું પેકેજ ત્રણ લાખ રૂપિયા છે જ્યારે કોમ્પ્યુટર સાયન્સના એક વિદ્યાર્થીને 13.4 લાખ રૂપિયાનું પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ પૂરું થશે. ત્યાં સુધીમાં ફેકલ્ટીમાં બીઈ નો અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ જશે. અત્યાર સુધીમાં 21 ટકા જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયું છે.

Most Popular

To Top