જાહેર કરાયેલી પ્રોવિઝનલ મેરીટ યાદીમાં 1064 વિદ્યાર્થીનો સમાવેશ :
722 બેઠકો પર 1128 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
રાજ્યમાં 2 ગ્રાન્ટેડ કોલેજોમાં 100,સેન્ટર ઓફ એક્સેલન્સ 5 કોલેજોમાં 142 અને 13 સ્વનિર્ભર કોલેજોમાં 480 મળીને કુલ ૨૦ કોલેજોમાં 722 બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકો પર પ્રવેશ માટે કુલ 1128 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના આધારે મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 1064 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યની જુદી-જુદી કોલેજોમાં ચાલતા બેચરલ ઓફ આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં કુલ 1064 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગની કાર્યવાહી આગામી ચાર ઓગસ્ટ સુધી કર્યા બાદ સાતમી તારીખના રોજ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સ અને ડિપ્લોમા ઈજનેરીની વિવિધ શાખાઓના 800 વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યના 264 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરાયો છે. નિયમ પ્રમાણે નાટા આપી હોય અને જેઇઈ મેઈનમાં પેપર 2ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓને મેરીટમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. મેરીટ યાદી જાહેર કર્યા બાદ એક ઓગસ્ટ થી 4 ઓગસ્ટ સુધી મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ અને 7મી તારીખના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આગામી 8મી તારીખના રોજ ફાઇનલ મેરીટ યાદી જાહેર કરીને 8મી થી 11મી ઓગસ્ટ સુધી ચોઇસ ફીલિંગ શરૂ કરવામાં આવનાર છે.