Vadodara

બેખૌફ તસ્કરો : વડોદરાના વીઆઈપી રોડ પર ધોળા દિવસે મકાનમાંથી રૂ.4.22 લાખની ચોરી

પ્રતિનિધિ વડોદરા તા.1

શહેરના વીઆઈપી રોડ પર રહેતું વૃદ્ધ દંપતિ બપોરે પોતાના મકાનને તાળું મારી ફતેગંજ ખાતેના મોલમાં ખરીદી કરવા માટે ગયું હતું. દરમિયાન ધોળા દિવસે તસ્કરો તેમના મકાનનું તાળુ તોડીને સોનાના દાગીના અને રોકડ મળી રુ. 4.22 લાખ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

શહેરના વીઆઇપી રોડ પર સ્કૂલની પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતું દંપતિ 31 મેને શુક્રવારે બપોરે ફતેગંજ ખાતે મોલમાં ખરીદી કરવા ગયું હતું. તે સમય દરમિયાન ધોળા દિવસે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. લોખંડની જાળી અને દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ બેડરૂમમાં મૂકેલી બેડરૂમમાં લોખંડની તિજોરી તેમજ લાકડાનો કબાટમાંથી સામાન ઉપર વેર વિખેર કરી નાખ્યા બાદ સોના દાગીના તેમજ રોકડા રુપિયા મળી 4.22 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સાંજના ચાર વાગ્યાના અરસામાં દંપતી મોલમાંથી પરત ઘરે આવ્યું હતું ત્યારે જાળી અને દરવાજાનો નકુચો તૂટેલો હોય અંદર જઈને જોતા તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના અને ચોરી થઈ હોવાનું માલુમ પડતાં વૃદ્ધે હરણી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top