Vadodara

બૂટલેગર લાલા જયસ્વાલનું રૂ.1.62 કરોડનું સોનું પોલીસ દ્વારા ફ્રીજ કરાવાયું

બુટલેગર સહિતના આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા મકાનોમાં સર્ચ કરાયું
ગેરકાયદે ધંધામાંથી કેટકેટલી મિલકત ઉભી કરી તેની પણ તપાસ કરાશે
પ્રતિનિધિ વડોદરા તા.19
રતનપુર ખાતેથી વિદેશી દારૂનું મોટાપાયે નેટવર્ક ચલાવતા લિસ્ટેડ બૂટલેગર સહિત તેના પરિવારના સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. જેમાંથી મહિલા આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાઇ છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને સાથે રાખીને બૂટલેગરના ઘર, પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ તથા શો રૂમમાં તપાસ કરી હતી. ત્યારબાદ બેન્કમાં મુકેલું 1.62 કરોડનું 1175 ગ્રામ સોનું ફ્રીજ કરાયું છે. જ્યારે બૂટલેગરોએ દારૂના ગેરકાયદે ધંધામાંથી કેટલી મિલકતો ઉભી કરી છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.
વડોદરા જિલ્લાના રતનપુર ગામ અને અન્ય જિલ્લામાં મોટા પાયે દારૂનું નેટવર્ક ચલાવતા લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે લાલો જયસ્વાલ, હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલ, સીમા રાકેશ જયસ્વાલ, સચીન રાકેશ જયસ્વાલ તથા રાજેશ ઉર્ફે ખન્ના સામંત બારિયા વિરુદ્ધ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો દાખલ કરાવમાં આવ્યો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષક એ એમ પટેલ દ્વારા ચાર આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. દરમિયાન ત્રણ આરોપીઓ સાથે રાખીને રતનપુર ગામે આવેલા બુટલેગરના પાંચ મકાન, તબેલો, સચીન નાયરા પેટ્રોલ પંપ તથા સચીન રેસ્ટોરન્ટ તથા સચિન ઓટો પ્લાઝા શોરૂમ ખાતે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓના બેન્ક ખાતાની ડિટેલ મંગાવીને તપાસ કરાઇ હતી. ત્યારે બૂટલેગરોના બેન્કમાં લોકરો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બેન્કમાં લોકરની ચકાસણી કરતા લોકરમાં થાપણ તરીકે સોનું ગીરો મુકી ગોલ્ડ લોન મેળવી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાંથી રૂ.1.62 કરોડનું 1175 ગ્રામ સોનું પોલીસ દ્વારા ફ્રિજ કરવાની કાર્યવાહી કરાવામાં આવી છે. ત્યારબાદ હજુ પણ સ્થાવર મિલક્તો બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે લાલાની પત્નીને મહિલા આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાઇ છે.

Most Popular

To Top