નવાયાર્ડના સ્ક્રેપ ટ્રેડર્સના માલિક દ્વારા ચોરી કરાવી સામાન ભંગારના વખારમા છૂપાવ્યો હતો..
મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માલસામાન હોવાનું બહાર આવ્યું છે..
મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેકટ ની કામગીરી નો લોખંડ, ગેલ્વેનાઇઝ સહિતના અલગ અલગ મટિરિયલ મળી રૂ.7લાખ ઉપરાંતની ચોરીના આરોપીને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડોદરા શહેર ક્રાઇમબ્રાંચની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના નવાયાર્ડ ડી કેબિન પાસેના ગરીબ નવાઝ પાર્ક ખાતે આવેલા પિન્કી સ્ક્રેપ ટ્રેડર્સ ખાતે તેના માલિક નામે અહેમદખાન ગુલામમહમદ પઠાણનાઓએ પોતાના સાગરિતો મારફતે મુંબઇ-અમદાવાદ હાઇ સ્પિડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલી રહેલ કામકાજને લગતો સામાન ચોરી કરાવી તે સામાન પોતાના ભંગારની વખારમા છૂપાવ્યો હોવાના અને તે સામાન સગેવગે કરવાની ફિરાકમાં હોવાના આધારે વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા જ્યાં એક ઇસમે પોલીસને જોઇ ભાગવાની કોશિશ કરતાં પોલીસે તેને ઘેરી લ ઇ પૂછપરછ કરતાં તે અહેમદખાન ગુલામ મહંમદ પઠાણ હોવાનું જણાવ્યું હતું અને તપાસ કરતાં સામાન મુંબઇ અમદાવાદ હાઇસ્પીઠ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તેના માણસો દ્વારા છૂટક છૂટક મજૂરો સામાન લાવી આપતા હોવાનું જણાવ્યું હતું કુલ સરસામાન મળીને રૂ.7,19,000નો હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અધિકારી દ્વારા ફતેગંજ પો.સ્ટે.માં ફરિયાદ આપવામાં આવતા આગળની તપાસ ફતેગંજ પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ સયાજીગંજ, ફતેગંજ, કારેલીબાગ, જવાહરનગર, રાવપુરા, ગોરવા, નવાપુરા, વાડી, આણંદ વાસદ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી, ધાડ, ખુનની કોશિશ, રાયોટીંગ, સહિતના18ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.