લોકોને કેશડોલ, ઘરવખરીના નુકશાની વળતર ન મળ્યા હોવા બાબતે શાસક પક્ષના નેતા અને ભાજપના કાઉન્સિલર વચ્ચે રકઝક..
ભૂખી કાંસ પરના દબાણો અંગે કેયુર રોકડીયા અને વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુના એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપો…
બુધવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં ગત મહિને આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા પૂરપિડીતોને કેશડોલ સહાય ઉપરાંત ઘરવખરી,કપડાં સહાય તેમજ નાના ફેરિયાઓ થી માંડી દુકાનદારો, વેપારીઓ માટે સહાય જાહેર કરવામાં આવી હતી તે સહાયથી હજી ઘણાં પુરગ્રસ્તો વંચિત હોવાનો મુદ્દો ખુદ સતા પક્ષના ભાજપના ઇલેક્શન વોર્ડ નં. 15ના મ્યુનિ. કાઉન્સિલર આશિષ જોશીએ ઉઠાવતા વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલે ખોટી માહિતીના આધારે સભાને બાનમાં ન લો તેમ કહેતાં એક તબક્કે શાસક પક્ષના નેતા અને ભાજપના વોર્ડ નં. 15ના મ્યુનિ. કાઉન્સિલર આશિષ જોશી વચ્ચે ચકમક ઝરી હતી.
ગત મહિને પૂરની પરિસ્થિતિ માટે વડોદરા શહેરકોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં શહેરની વરસાદી કાંસો પર દબાણો કરવાને કારણે શહેરના લોકોને ભોગવવાનો વારો આવ્યો હોવાના વારંવાર કરવામાં આવતા આક્ષેપો મુદ્દેસામાન્ય સભામાં મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્ય કેયુર રોકડીયા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં ભૂખી કાંસ પરના દબાણો કોંગ્રેસના સમયમાં કરવામાં આવ્યા હોવાનું જૂના નકશાના પૂરાવા સાથે જણાવતાં એક તબક્કે વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને કેયુર રોકડીયા દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતાં સભામાં ગરમાગરમી જોવા મળી હતી. કેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે તેઓ જ્યારે મેયર પદે હતા તે દરમિયાન એક કાંસ જે નર્મદા ને પેરેલલ થ્રુ આઉટ વિશ્વામિત્રી નું પાણી લ ઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ પૂરની પરિસ્થિતિ બાદ એક નવી કાંસ નર્મદા કેનાલથી છાણી સર્કલ, નવાયાર્ડ થઇ ભૂખી કાંસમા બનાવવાની વિચારણા કરાઇ રહી હોવાનું જણાવ્યું હતું સાથે જ તેમણે કોંગ્રેસના સમયમાં ભૂખી કાંસ પર ફાયનલ પ્લોટોની મંજુરી આપતા આ દબાણો કોંગ્રેસના સમયમાં થયા હોય આ વિસ્તારમાં પૂર આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. બીજી તરફ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી પર બાલાજી, અગોરા તથા હોસ્પિટલના દબાણો ભાજપના સમયમાં થયા છે પરાક્રમસિંહ જાડેજાએ દબાણ કેમ તોડ્યું કારણ કે તે દબાણ ગેરકાયદેસર હતું તે સાથે તેમણે જણાવ્યું કે ગાયકવાડના શહેરમાં તમે ઝોન ફેર એકતરફી કરી સરકાર પાસે મંજુરી મેળવી તેના કારણે નુકસાન થયું છે અને શહેરના હિતમાં જે પણ કોઇના દબાણો હોય તે દૂર કરવા જોઈએ અમે સભામાં અગાઉ પણ આ અંગે રજૂઆતો કરી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
1976 થી 1995માં કોંગ્રેસના સમયમાં ભૂખી કાંસ પર ફાયનલ પ્લોટને કારણે દબાણો થયા..
કોંગ્રેસ દ્વારા વારંવાર ભૂખી કાંસના દબાણો અંગે ભાજપ પર આંગળી ચિંધાતી હતી આજે એક નકસામા 1976 મા કોંગ્રેસના સમયમાં ટી.પી.12 ફાયનલ થઇ અને કોંગ્રેસે ભૂખી કાંસનુ અસ્તિત્વ મિટાવ્યુ. ફાયનલ પ્લોટોની પરવાનગી આપતાં 8મીટરની ભૂખી કાંસ આજે 4મીટરની થઇ. એકતાનગર, સૂર્યા ફ્લેટ્સ, બીજા ટાવર ભૂખી કાંસ પર થતાં આ વિસ્તારમાં પૂર આવ્યું.
કેયુર રોકડીયા-મ્યુનિ. કાઉન્સિલર અને ધારાસભ્ય
વિશ્વામિત્રી નદી પરના દબાણો અને ઝોનફેરથી શહેરની દશા બેઠી..
ગાયકવાડના શહેરમાં એક તરફ ભાજપે ઝોનફેર કરી સરકાર પાસે પાસ કરાવ્યું. વિશ્વામિત્રી નદી પર બાલાજી, અગોરા, હોટલના દબાણો તમારા સમયમાં થયા છે દબાણો કોઇપણના હોય તે દૂર કરો શહેરના હિતમાં નિર્ણય લો. ભૂખી કાંસ, રૂપારેલ તથા મસ્યા કાંસ ઉપરાંત ચારસો મીટરની વરસાદી કાંસના દબાણો દૂર કરો, પૂરમાં લોકોને જમવા, પાણી દવા બાળકોને દૂધ તમારા પાપે નથી મળ્યું અને તમે ખેસ પહેરી દેખાડો કરવા નિકળ્યા.
-ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ(ભથ્થુભાઇ)
વિપક્ષી નેતા, વડોદરા શહેર કોંગ્રેસ