Vadodara

બુધવારે પડેલા વરસાદ તેમજ વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં વડસર ગામ સંપર્ક વિહોણું બન્યું..

વડસર ગામમાં વરસાદી પાણી ભરાવવાની સાથે સાથે મગરોની દેહશત

એનડીઆરએફ ની ટીમેશુક્રવારે વધુ 16 લોકોને રેસ્કયુ કરી બહાર સલામત સ્થળે ખસેડ્યા

વડોદરા શહેરમાં બુધવારે પડેલા રાત સુધીના 13 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરને ઘમરોળ્યુ હતું.શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ વિશ્વામિત્રી નદી નજીકના વડસર ગામની જોવા મળી છે જ્યાં વડસર ગામમાં પ્રવેશવાના માર્ગો સહિત વડસર ગામ થી કલાલી સુધીમાં વરસાદી પાણી ભરાયા હતાં સાથે સાથે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના પાણી પણ આ સમગ્ર વિસ્તારમાં ફરી વળતાં વડસર ગામ બેટમાં ફેરવાયુ હતું. પરિસ્થિતિ એવી સર્જાઇ હતી કે વડસર ગામમાંથી અંદર કે બહાર નિકળવું દુર્લભ બની ગયું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને ગુરુવારે તહેનાત કરવામાં આવી હતી અહીં એનડીઆરએફ ની ટીમે સ્થાનિક તંત્ર ફાયરબ્રિગેડની ટીમ સાથે મળીને 102 જેટલા નાગરિકોનું રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા ત્યારે શુક્રવારે પણ વધુ 16લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું સાથે સાથે એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોને જમવાના ફૂડપેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુવાર સુધીમાં કુલ 262 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ 1877 લોકોને સલામત સ્થળે ખસેડી તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે

Most Popular

To Top