Vadodara

બી.એ.પી.એસ.સર્કલ નજીક ચાલતા જતાં વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજા

વૃદ્ધ ને માથાના તથા પગના ભાગે ઇજાઓને કારણે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે વાઘોડિયાની હોસ્પિટલમાં ખસેડાયા

(પ્રતિનિધિ) વડોદરા તા.19

બિલ ગામમાં રહેતા વૃદ્ધ સવારમાં ચાલવા માટે નિકળ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી વૃદ્ધને અડફેટે લ ઇ ઇજા પહોંચાડી ભાગી ગયો હતો. અકસ્માતમાં વૃદ્ધને પગમાં અને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે વાઘોડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે અટલાદરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેર નજીક આવેલા બીલ ગામ શગુન પાર્ટી પ્લોટ નજીક ઇમ્પેરિયા ફ્લેટમાં રહેતા લક્ષ્મીકાંત શોભનાથ શુક્લા ઉ.વ.70 પોતાના પત્ની તથા નાની પુત્રવધૂ સાથે રહે છે. તેઓ તા.18 મી ઓગસ્ટના રોજ રાબેતા મુજબ વહેલી સવારે ચાલવા માટે નિકળ્યા હતા. જ્યાં તેઓ દેવેશ ઇમ્પેરિયા ફ્લેટ, શગુન પાર્ટી પ્લોટ પાસેથી અટલાદરા પાદરા રોડ થઈ બી.એ.પી.એસ. સર્કલ અટલાદરા તરફ ચાલતાં જતાં હતાં. તે દરમિયાન સવારે આશરે સાડા છ વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહને પૂરઝડપે ગફલતભરી રીતે વાહન ચાલકે અટલાદરા ચેક પોસ્ટ પાસે વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધને માથાના ભાગે તથા ડાબા પગના ભાગે ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર બાદ વધુ સારવારની જરૂર હોય પરિજનો દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધને વાઘોડિયાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વૃધ્ધના મોટા પુત્ર સતીષભાઇ લક્ષ્મીકાંત શુક્લાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top