Vadodara

બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” નું આયોજન

સંસ્કારી નગરી વડોદરામાં ગરવી ગુજરાતની અનોખી સોડમ પ્રસરાવતા “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” ગરબાનું દ્રિતીય સંસ્કરણ

ગુજરાત ની કોયલડી બિરુદ પ્રાપ્ત કૈરવી બુચ વડોદરામાં રેલાવશે માઁ શક્તિ ની આરાધના ના સુર

(પ્રતિનિધિ) વડોદરા તા.04

વડોદરાના ખેલૈયાઓ માટે માઁ શક્તિ ની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષ થી બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” નું આયોજન કરવામાં આવે છે. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” સામાજિક મૂલ્યો જેવાકે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના ઉદ્દેશ ને સાર્થક કરવા માટે પ્રેરકબળ પૂરું પાડી રહ્યું છે. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી”માં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે છે. વડોદરા શહેરમાં ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ ગત વર્ષ થી જામે છે. આ વર્ષે “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” સાથે વડોદરાની જનતા ને માં શક્તિ ની આરાધના નો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” દ્વારા UNESCO માં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓ ની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે. જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન ને પણ વેગ મળશે.

સંસ્કારી નગરી,કલાનગરીના ગરબા દેશ વિદેશમાં પ્રખ્યાત છે સાથે જ બોલીવુડ,ટેલીવુડમા પણ ગુજરાતના ગરબાનું ઘેલુ લાગ્યું છે અનેક ફિલ્મો અને સિરિયલોમા વડોદરાના નવરાત્રી ગરબા બતાવવામાં આવે છે.ત્યારે માઁ શક્તિ ની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષ થી બી.આર.જી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સનફાર્મા રોડ ખાતે “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબાના દ્વિતીય સંસ્કરણનુ આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકાર પરિષદની શરૂઆત માં શક્તિ ની આરાધના સાથે કરવામાં આવી હતી.આ વર્ષે “વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી” વડોદરા ની જનતા ને ખાસ કરી ને સંગીત નો અનોખો અનુભવ આપતા વડોદરા માં પ્રથમ વખત ડી એન્ડ બી ઓડીઓ ટેકનીક ની સાઉન્ડ સીસ્ટમ નો ઉપયોગ કરનાર છે. ખ્યાતનામ ગરબા ગાયક કૈરવી બુચ સૂરો સાથે ગરબા ની રમઝટ બોલાવશે. શાળા ના વિધાર્થીઓ થી લઇ ને યુવાઓ અને વૃદ્ધો માટે માં શક્તિ ની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે. નારી શક્તિ માટે સી.સી ટીવી થી સજ્જ સુરક્ષિત વાતાવરણ આપશે. નવરાત્રી દરમિયાન સંસ્કારનગરી વડોદરા ની જનતા ને ગુજરાત ની ભાતીગઢ સંસ્કૃતિ ની વિવિધ ચીજ વસ્તુઓ થી રૂબરૂ કરાવશે. વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી માં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓ નો વિશેષ સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવનાર છે.ગુજરાતના ગરબા ને જયારે યુનેસ્કો માં સ્થાન મળ્યું છે ત્યારે વર્ષ 2024 ની વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી ની સફળતા બાદ આ દ્રિતીય સંસ્કરણ માં સાંસ્કૃતિક પ્રવાસન ને વેગ મળે તેમજ ગરવી ગુજરાત ની સાંસ્કૃતિક ધરોહર નો વારસો આખા વિશ્વ ફલક ઉપર પોતાની છાપ છોડે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે.
વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ના દ્રિતીય સંસ્કરણ ની પત્રકાર પરિષદમાં ગુજરાત સાહિત્ય અકાદમી ના ચેરમેન ભાગ્યેશ જહા, સુજલ એડવેરટાઈઝ ના પરેશભાઈ શાહ તેમજ બી.આર.જી ગ્રૂપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સી.એમ.ડી. સરગમ ગુપ્તા, સીઈઓ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી રાગી પટેલ, મેનેજીંગ ડિરેક્ટર ડો. સપના પટેલ, ડિરેક્ટર સ્વેતા ગુપ્તા, ઊર્મિ સ્કૂલ ના મેનેજીંગ ડિરેક્ટર રાધિકા નાયર, ઉદ્યોગપતિ મોહન નાયર,ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયા ના ડિરેક્ટર અપેક્ષા પટેલ ની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

Most Popular

To Top