પ્રમુખ પદે કિરણ મોરે અને ડો. દર્શન બેન્કર વચ્ચે રસાકસી ભયો જંગ
ગુરુવારે ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થશે : પ્રચારના શ્રી ગણેશ
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. 31 પોસ્ટ માટે 165 પૈકી સાત ફોર્મ થયા હતા. કુલ આંક 158 પર પહોંચ્યો હતો જ્યારે બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે 94 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. ગુરુવારે ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમયાદી જાહેર કરવામાં આવશે.
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હવે એક રસપ્રદ વળાંક પર આવીને ઊભી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મેદાનમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારીઓના સમય પત્રક મુજબ સવારે 11 થી 4:00 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની મુદત હતી. ઘણા ઉમેદવારોએ સાવચેતીના ભાગરૂપે એક કરતાં વધુ હોદ્દાઓ માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 94 જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. સત્યમેવ જયતે અને રોયલ ગ્રુપ વચ્ચે ગઠબંધનની ચર્ચાએ વેગ પકડ્યું હતું. પ્રમુખ પદ માટે સત્યમેવ જયતે ગ્રુપમાંથી ડોક્ટર દર્શન બેન્કર ઉપપ્રમુખ માટે ચિરાયુ પટેલ સેક્રેટરી માટે અનંત ઇન્દુલકર , જોઈન્ટ સેક્રેટરી માટે જતીન વકીલ, ટ્રેઝરર માટે અમર પેટીવાલેનું લડવાનું નક્કી છે. અન્ય નાની મોટી બેઠકો ઉપર પણ આ બંને ગ્રુપ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ હતી. જે સત્તાધારી પક્ષ માટે મોટો પડકાર બની શકે છે. રિવાઈવલની રણનીતિમાં કિરણ મોરેની એન્ટ્રી એક અલગ મજબૂત દાવો બતાવી રહી છે. ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર બેસ્ટમેન કિરણ મોરે ને પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. એવી ચર્ચા છે કે રીવાઈવલ ગ્રુપ તરફથી ઉપપ્રમુખ પદ માટે અક્ષત પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. ટ્રેઝરર સંતોષ જેજુરકર, સેક્રેટરી અમુલ જિકાર, જોઈન સેક્રેટરી મિનેશ પટેલના ફાઇનલ નામો થયા છે. આમ બીસીએની ચૂંટણીમાં માત્ર ક્રિકેટ વહીવટી પુરતી મર્યાદિત નહીં રહેતા પ્રતિષ્ઠિત પરિવારો અને જૂથો વચ્ચેના વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. બુધવારે જાહેર થનારી યાદી બાદ પ્રચારનો ખરો ધમધમાટ શરૂ થશે.
બીસીએની ચૂંટણીમાં 63 ઉમેદવારો મેદાનમાં :
165 ફોર્મ જમા થયા હતા. જેમાંથી આઠ ફોર્મ સ્ક્રુટીનિમાં રદ બાતલ થયેલા છે. ત્યારબાદ આજે કુલ 94 ફોર્મ પાછા આવ્યા છે. એ પ્રમાણેની આજની કાર્યવાહી થઈ છે અને આજે મોટાભાગે જે પણ મેમ્બરોએ ફોર્મ વિડ્રો કર્યું છે. એમણે રાજી ખુશીથી આવીને પોતાનું ફોર્મ સમય મર્યાદા સુધીમાં પરત આપી ગયા છે. પ્રમુખ પદ માટેના ઉમેદવાર છે કિરણ મોરે અને ડોક્ટર દર્શન બેન્કર, સેક્રેટરી માટે અમુલ જિકાર અને અનંત ઈન્દુલકર વાઇસ પ્રેસિડેન્ટ માટે અક્ષત પટેલ અને ચિરાયુ પટેલ, જો. સેક્રેટરી માટે જતીન વકીલ અને મિનેશ પટેલ તેમજ ખજાનચીમાં અમર પેટીવાલા અને સંતોષ જેજૂરકર છે. : આઈ.આઈ.પંડ્યા,ચૂંટણી નિરીક્ષક