Vadodara

બીસીએની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી : અંતિમ ઘડીએ મોટો દાવ રમાવાની શકયતા

ચૂંટણી ફોર્મ ચકાસણીના દિવસે દિગગજ ચહેરાઓ મેદાનમાં ઉતર્યા : બેઠકોનો દોર શરૂ

આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ,ચિત્ર સ્પષ્ટ થશે : બે ફોર્મ રદ

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને વડોદરાનું રમતગમતનું રાજકારણ ગરમાયુ છે. મંગળવારે ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને તમામ ગ્રુપમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. કેટલાક જૂથો દ્વારા આ રાતને કતલની રાત તરીકે વર્ણવામાં આવી છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અનેક દિગ્ગજ ચેહરાઓ મેદાનમાં જોવા મળ્યા છે. બીસીએની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન શહેરના દિગ્ગજ ચહેરા મેદાનમાં જોવા મળ્યા હતા. આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં તમામ ફોર્મની સ્થિતિ સ્પષ્ટ થશે. ચૂંટણીમાં રિવાઈવલ ગ્રુપ મજબૂત પકડ જમાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા વિવિધ પદો માટે નામો સામે આવ્યા છે. જેમાં પ્રમુખ પદ માટે અક્ષત પટેલ અને મિનેશ પટેલ, સેક્રેટરી પદ માટે અક્ષત પટેલ અને મિનેશ પટેલ, જો.સેક્રેટરી પદ માટે મિનેષ પટેલ અને અશોક જુનેજા, ટ્રેઝરર માટે અશોક જુનેજા, ફાઇનાન્સ માટે તેજલ અમીન, પ્રેસ મીડિયા માટે ગીતા ગાયકવાડનું નામ સામે આવ્યું છે. આજની ચકાસણી પ્રક્રિયા દરમિયાન તેજલ અમીન વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા, તેમણે ફાઇનાન્સ વિભાગ માટે ઉમેદવારી નોંધાવી છે, તેમની હાજરી એ બાબતનો સંકેત આપ્યો છે કે રિવાઇવલ ગ્રુપ આ ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે આજે રિવાઈવલ ગ્રુપમાંથી એક એક ઉમેદવાર નક્કી છે, તે મુજબ પ્રમુખ પદ માટે કિરણ મોરે અથવા અક્ષત પટેલ, વીપી માટે અશોક જુનેજા સેક્રેટરી માટે અમુલ જીકાર, જોઈન્ટ સેક્રેટરી માટે મિનેશ પટેલ, ફાઇનાન્સ માટે તેજલ અમીન અને પ્રેસ કમિટી માટે ગીતા ગાયકવાડના ફાઇનલ નામો હોઈ શકે. આજે ફોર્મ ચકાસણી દરમિયાન ચેતન પવારનું અને પાંચ હોદ્દા પર ફોર્મ ભરનાર પરાગ પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે મહત્વની બાબત એ છે કે, રિવાઇવલ અને રોયલ જૂથનું ગઠબંધન તૂટતા ઉમેદવારોની પસંદગીમાં ફેરબદલ કરાયા હતા. રિવાઇવલ જુથે પ્રમુખ પદ માટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પાસે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતું. કિરણ મોરે વગદાર અને બીસીએના સભ્યોમાં જાણીતો ચેહરો હોવાથી ગ્રુપ હવે છેલ્લી ઘડીએ મોટી રમત રમાવાની ચર્ચા છે. ચૂંટણી થશે તો કિરણ મોરે સામે દર્શનબેંકર અથવા અનંત ઇન્દુલકર પ્રમુખ પદના હરીફ ઉમેદવાર બનશે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top