વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની ૮૫મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ૧૧ નવેમ્બરે જ્યોતિ ગાર્ડનમાં યોજાશે. તે પૂર્વે ગુરુવારે સાંજે સભ્યોનો મેળાવડો યોજાયો. આ કાર્યક્રમમાં ૫૫૦થી વધુ સભ્યોએ હાજરી આપી અધ્યક્ષ પ્રણવ અમીનને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું.

અધ્યક્ષ પ્રણવ અમીન, ઉપાધ્યક્ષ અનંત ઇન્દુલકર, સેક્રેટરી અજીત લેલે, ખજાનચી શીતલ મેહતા તથા મેનેજમેન્ટ અને એપેક્સ કમિટીના સભ્યોની હાજરીમાં આ મેળાવડો યોજાયો. નિલેશ શુક્લા, ડૉ. આનંદ રાવ પટેલ, કાસિમ ઉનિયા , તેજલ અમીન, મિનેશ પટેલ, કિરણ મોરે , અતુલ બેદાડે , ભાજપના અગ્રણી ભરત ખોડે ,અને વેપારી સંઘ ના પ્રમુખ પરેશ શાહ સહિત અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભ્યોને સંબોધતાં પ્રણવ અમીને જણાવ્યું કે, “બીસીએએ વિશ્વકક્ષાનું સ્ટેડિયમ બનાવ્યું છે, જેની ક્રિકેટના દિગ્ગજોએ પ્રશંસા કરી છે.” તેમણે કેટલાક અસંતુષ્ટ સભ્યો દ્વારા ઊભા કરાતા અનાવશ્યક અવરોધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “ચાલો ક્રિકેટ પ્રત્યેના પ્રેમ માટે સકારાત્મકતા સાથે કામ કરીએ.”

આ મેળાવડા બાદ બીસીએના સભ્યો , પ્રમુખ પ્રણવ અમીન ને મળી તેમના સુઝાવ આપ્યા હતા , જ્યારે પ્રણવભાઈએ સભ્યોના પ્રસ્તાવ ખુબજ ગંભીરતા પૂર્વક સાંભળ્યો હતો. આ ઉપરાંત બીસીએ ને આગામી દિવસો વધુ ક્રિકેટ મેચ મળવાની વાત થી સભ્યોએ તાળીઓ સાથે આ વાત વધાવી લીધી હતી.

આ મેળાવડાએ એજીએમ પૂર્વે એકતા અને ઉત્સાહનો સંદેશ આપ્યો. ૧૧ નવેમ્બરની એજીએમમાં એસોસિએશનની સિદ્ધિઓની સમીક્ષા અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે.