Vadodara

બીજાએ મોબાઈલના હપ્તા નહીં ભરતા ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

IDFC બેંકમાંથી બીજાએ યુવકના નામે આઈફોન ખરીદ્યો હતો

હપ્તા નહીં ભરતા બેંકે ઉઘરાણી શરૂ કરી,યુવકે આપઘાતનું ભર્યું પગલું

(પ્રતિનિધિ) વડોદરા તા. 02

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુડા તલાવડી વિસ્તાર ખાતે રહેતા યુવકના નામે બીજા ઈસમે આઇડીએફસી બેન્કમાંથી iphone ખરીદી કર્યા બાદ તેણે રાબેતા મુજબ હપ્તા નહીં ભરતા બેંકે ઉઘરાણી શરૂ કરી હતી છેવટે માનસિક ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મોંઘા દાટ ભાવનો આઇફોન યુવકના નામે બીજાએ ખરીદ કર્યો અને તેણે બેંકના હપ્તા નહીં ભરતા બેંક દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે માનસિક ત્રાસથી કંટાળી જઈને યુવકે આપઘાત કરી લીધો હોવાનો બનાવ પાદરા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુડા તલાવડી વિસ્તાર ભોજ રેલવે ફાટક પાસે રહેતા નવાજ રાઠોડ એ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સલીમભાઈ ઉર્ફે ઉસ્માન રસુલભાઈ વાઘેલાએ ફરિયાદીના ભાઈ આરીફ સબીરભાઈ રાઠોડ ના નામે આઈડીએફસી બેન્કમાંથી 45,874 રૂપિયાની લોન કરાવી એક આઇફોન 13 નો ફોન ખરીદયો હતો જે ફોનની લોનના હપ્તા આરોપી સલીમભાઈને ભરવાના હોવા છતાં તેણે હપ્તા ભર્યા ન હતા અને આ iphone પણ પરત આપ્યો નહીં, હોવાથી આ લોન ફરિયાદીના ભાઈ આરીફના નામની હોવાથી લોનની બેંક દ્વારા ઉઘરાણી શરૂ થઈ હતી અને મરણ જનાર આરીફે આ સલીમભાઈ ઉર્ફે ઉસ્માનભાઈ રસુલભાઈ વાઘેલાને લોન ભરી દેવા કહેવા જતા તેણે લોન ભરવાની ના પાડી અને આરીફ ભાઈ સાથે બોલાચારી કરી તેને માનસિક રીતે ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા પોતાના ઘરે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર બનાવે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પાદરા પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top