બિલ્ડરે પ્રોજેક્ટ લોન ભરપાઈ નહીં કરતા દુકાનદારો તથા ફ્લેટો સીલ કરવાની કાર્યવાહી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કિશન એમ્રોશિયાના ફ્લેટ અને દુકાનો બાકી લોનના પગલે બેંક દ્વારા સીલ કરવા મુદ્દે દુકાનદારો અને ફ્લેટના રહીશો હોબાળો મચાવ્યો હતો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કિશન એમ્રોશિયાના ફ્લેટ અને દુકાનોની બેંક લોનની ભરપાઈ નહીં કરવાના કારણે કોર્ટના હુકમથી પોલીસ બંદોબસ્ત સાથે બેંકના અધિકારીઓ દુકાનો અને ફ્લેટને સીલ કરવા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં દુકાનદારો તથા ફ્લેટના રહીશોએ બેંક અને બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે કિસાન અમરસિયાના ફ્લેટ અને દુકાનો રહીશોએ 2018માં 163 ફ્લેટ તથા 25 જેટલી દુકાનો બુક કરાવી હતી. જ્યાં બિલ્ડર દ્વારા દુકાનો અને ફ્લેટને મોર્ગેજ કરી લોન લીધી હતી, પરંતુ બિલ્ડર દ્વારા લોનની ભરપાઈ ન કરાતા કોર્ટે કરેલા હુકમને લઈને બેંકના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કોર્ટના ઓર્ડર પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે: અધિકારી
બેંકના અધિકારીઓ જણાવ્યું હતું કોર્ટના હુકમ મુજબ જે આ મિલકત છે, તેનો કબજો અરજદાર બેંકનો સોંપવાનો ઓર્ડર થયેલો છે. આ ઓર્ડર સામે કોઈ પણ પ્રકારનો સ્ટે ઓર્ડર થયેલો નથી. જેથી કોર્ટના હુકમ મુજબ અરજદાર જે બેંક છે એની આ મિલકતનો કબજો સોંપવા માટેની કાર્યવાહી કરવા માટે અહીં આવેલ છે. આ મિલકત ગોત્રી વિસ્તારમાં છે ,ફાઇનલ પ્લોટ નંબર 82 માં આ મિલકત આવેલી છે આ મિલકત ને ટાંચમાં લઈ સીલ કરી બેન્ક ને સોંપવાની હોય છે જે કાર્યવાહી અમે કરી રહ્યા છીએ.
બિલ્ડર વિરુદ્ધ પહેલા પણ ફરિયાદ કરી છે: સ્થાનિક
સ્થાનિકોએ આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. આ ગોત્રી નજીક વિસ્તારમાં કિશન એમ્રોશિયા માં 163 રહી છે મકાન બુક કરાવેલા છે. એ સિવાય બીજા દુકાનના માલિકો છે આ સ્કીમના બિલ્ડર ભીખુભાઈ દર્શનભાઈ કોરિયાએ ફ્લેટો તથા દુકાનો પર મોર્ગેજ લોન લઈ હપ્તા ન કરતા અમે બિલ્ડર વિરુદ્ધ પહેલા પણ ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બિલ્ડરે આપતા ન કરતા રહીશોને હેરાનગતિ સહન કરવી પડે છે જ્યારે રહીશો મકાન લીધા ત્યારથી અત્યાર સુધી મકાનના હપ્તા બેંકને ચૂકવેલ છે તેમ છતાં અમારા મકાનો અને દુકાનો સીન મારવા કોર્ટ અને બેંક તરફથી અધિકારીઓ આવી ફીલ મારવાની કાર્યવાહી કરે છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.
અમે મકાન માટે બેંકમાં લોન લીધેલી છે તેના હપ્તા રેગ્યુલર ભરાતા હોવા છતાં માનસિક ત્રાસ ભોગવવો પડે છે: સ્થાનિક
બીજા એક સ્થાનિકે જણાવ્યું હતું બરોડા બેન્કે બિલ્ડરને પ્રોજેક્ટ આપી હતી. અહીં રહેતા રહીશો પોતપોતાની બેંકમાં લોન લીધેલી છે. તેના હપ્તા રેગ્યુલર બેંકમાં ભરાતા હોય છે. છેલ્લા એક વર્ષથી બિલ્ડરે સાઈડ પરનું કામ બંધ કરી રહ્યા છે. રહીશો સમયસર પોતાના ઈએમઆઈના હપ્તા ભરી રહ્યા છે. તકલીફ વેઠીને પણ તે પોતાના ઘર માટે હપ્તા ચુકવણી કરતા હોવા છતાં માનસિક ત્રાસ બેંક તરફથી આપવામાં આવે છે. જે લોકોએ ફુલ પેમેન્ટ કરી દીધું છે તેઓને પણ પોતાના મકાન દુકાને સીલ મારવાનું જણાવે છે જે યોગ્ય નથી. જો મારું મકાન સીલ કરવામાં આવશે તો મારે કોઈ અનિચ્છદ પગલું ભરવું પડે એ પરિસ્થિતિ ઉભી કરી છે.
મકાનને સીલ કરવું હોય તો અમે ભરેલા રૂપિયા અમને પાછા આપી દો: સ્થાનિક મહિલા
સ્થાનિક મહિલાએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું બિલ્ડરે બેંક પાસેથી લોન લીધી તેની જવાબદારી બિલ્ડરની છે બેંકના પૈસા આપવાની અને બિલ્ડર ન ચૂકવી શકે તો બિલ્ડર અને બેંક જાણે તેમાં અમારો કોઈ વાંક નથી અમે અમારા હપ્તા સમયસર ભરીએ છે અમારી સાથે પણ છેતરપિંડી કરી છે. 2019 માં તમે આ જ્યારે મકાન લીધું ત્યારથી અત્યાર સુધી હપ્તા ભર્યા છે અને 70 ટકા જેટલું પેમેન્ટ પણ તમે બેન્ક ને આપી દીધું છે. અમારી પાસે મહિને જે હપ્તો આવે છે તે બેંક લે છે તેમને પરત આપી દે અને હપ્તો લેવાનું બંધ કરે એવી અમારી બેંક ને અને કોર્ટને પાસે માંગ છે.
