Vadodara

બિલ્ડરોને ફાયદો પહોંચાડવા તરસાલી ઇન્દિરા આવાસના 500 મકાન ખાલી કરવા નોટિસ


અમારે નોટિસ નથી જોઈતી. અમારામાં મકાન કાયદેસરના છે: સ્થાનિકો


વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત બિલ્ડરોને ફાયદો કરાવવા માટે તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની નોટિસ સાથે નવા મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.
તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા આ રહીશો વર્ષોથી આ જગ્યા પર રહે છે, પણ કેટલાક બિલ્ડરોની આ હાઇવે ની બિલકુલ નજીક આવેલી જમીન પર દાનત ખોરી થતા હવે આ જગ્યા માટે રાજકારણીઓને હાથા બનાવી રહ્યા છે. આજે પાલિકાના હાઉસિંગ વિભાગે ૫૦૦થી વધુ મકાનોને ખાલી કરવા રહીશોને નોટિસ આપી છે. સાથો સાથ આ વાતના મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. ત્યારે પાલિકાની આ બેવડી નીતિને જોઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. અને કેટલાક રહીશોએ નોટિસ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી છે અને પાલિકા બિલ્ડરોને આ જગ્યા ફાળવી આપવા માટે કારસો કરી રહી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.
ત્યારે સ્થાનિક કાઉન્સિલર તેમજ ધારાસભ્ય જેઓ લોકોના મત મેળવીને જીતીને ભોગવી રહ્યા છે તેઓ હવે દેખાતા નથી તો શું તેમની દાનત પણ આ જમીન પર છે? કે બિલ્ડર સાથે સેટિંગ કરી પોતાનું તરભાણું ભરવાની આ પહેરવી છે વિગેરે જેવા અનેક સવાલો ઊભા થયા છે.
જ્યાંરથી આ વિસ્તારનો વડોદરા મહાનગર પાલિકામાં સમાવેશ થયો છે ત્યારથી જ પાલિકાના શાસકો રાજકારણીઓ તેમજ બિલ્ડરોનો ડોળો આ સોનાની લગડી જેવી જમીન પર છે. અને અફર્ડેબલ હાઉસિંગ ના મકાનો બતાવીને જગ્યા ખાલી કરવા નોટિસ આપી ને બિલ્ડરને આ જગ્યા આપવા માટેની હલચલ ચાલી રહી છે.


સ્થાનિકના જણાવ્યા અનુસાર અમે તરસાલી નગરીમાં રહીએ છીએ તમારી 34 મકાનની બબ્બે લાઈનો છે. પાલિકાના લોકો નોટિસ આપવા માટે આવ્યા છે અમારે નોટિસ જોઈતી નથી અમને અહીંયા જ મકાન બનાવી આપો. જો તમને ઝુપડપટ્ટી લાગતી હોય તો સરકાર સાડા ત્રણ લાખ રૂપિયાની મકાન માટે લોન મંજૂર થયેલી છે અને લોકોએ લીધી પણ છે અમને અહીં બનાવી આપો. જો બીજી ઝુપડપટ્ટી તોડી ત્યાં જ મકાન બનાવી આપતા હોય તો અમને પણ અહીંયા જ અમારા મકાન બનાવીને આપો. અમે અહીંયા આગળ 45 વર્ષથી રહીએ છે. અમારે નોટિસ જોઈતી નથી આમાં ને આ જ જગ્યા પર મકાન બનાવી આપો અમને ખખડધજ ઘોડાના મકાનમાં જવું નથી.


અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે તરસાલી નવીનગરી ઇન્દિરા આવાસ ના મકાનો છે ઇન્દિરા ગાંધીએ સિમેન્ટના પતરા થી બનાવીને અમને 34 મકાન આપેલા અને બીજી બાજુ 104 મકાન બનાવીને આપેલા છે જે લીગલ ન હોય એને તમે તોડી શકો છો જે મકાનો અમારી પરીસ્થિતિમાં છે એ અમારી પરિસ્થિતિમાં મકાન રહેવા દો અમારા મકાનો ઇન્દિરા આવાસ યોજનામાં આવે છે. અમારા 34 મકાનો કાયદેસરના છે. જેથી આ મકાન તૂટવા ના જોઈએ બાકીના જે મકાનોને તોડવા હોય તોડી શકો છો. તરસાલી ગ્રામ પંચાયત માં વેરા ભરેલા કાગળિયા પણ અમારી પાસે છે. 1984 માં જ્યારે આની માપણી કરીને મકાન ફાળવવામાં આપ્યા તે વખતના કાગળો અમારી પાસે છે જેમ જેમ જર્જરીત મકાન થવા માંડ્યા તેમ તેમ પોત પોતાની રીતે સગવડ પ્રમાણે પોતાના મકાનો રીપેર કરાવી અને અમે લોકો રહીએ છીએ હાલ આ મકાનની પરિસ્થિતિ સારી છે જર્જરિત મકાન નથી.



સ્થાનિક:-
પાલિકાના અધિકારીઓ આવ્યા છે એફોટેબલ હાઉસિંગ ના નામે એફોર્ડેબલ હાઉસિંગ ને દબાણ દેખાય છે માટે ભેગા મળીને આજે 500 મકાનને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે અમે છેલ્લા 45 વર્ષથી રહી રહ્યા છે 35 વર્ષથી પંચાયતમાં આ લોકો પંચાયતમાં હતા ત્યારે પંચાયતને ક્યારેય કશું નડ્યું નહીં અને પંચાયતે મત સિવાય કોઈ અધિકાર આપ્યો નહીં અને જેવું આ વિસ્તાર છેલ્લા ચાર વર્ષ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર આવ્યું ત્યારથી આ જમીનના ડોડીયા કરવા માટે આઈના સ્થાનિક રાજકારણીઓ ભેગા મળીને બિલ્ડરોની સાથે આર્થિક રીતે નબળા લોકોને આદિવાસી અને ઓબીસી ક્લાસના લોકોને હટાવવા માટે નો કારસ્થાન રચી રહ્યા છે અને આ ગરીબ લોકો ક્યાં જશે? આ લાગે છે વોર્ડ નંબર 19 છે . આટલા જુના વસાહત ને જ્યારે તોડીને ગરીબોને ગરબા વગરના કરવા માંગો છો એ યોગ્ય નથી.
વિકાસ બધાને જોઈએ છે પરંતુ વિકાસના નામે ગરીબોની ઉપર રોડ રોલર ફેરવી દેવા માટે ગરીબોને ઉપર પોલીસને સાથે લાવી અત્યાચાર કરવા માં આવિરહ્યો છે. આ વિકાસ નહીં આ આધોગતિ છે આને વિકાસ કહેવાય નહીં ગરીબ લોકો જશે તો જશે ક્યાં?


તરસાલી નવીનગરી માં સલમ ઝુપડપટ્ટી કાચા પાકા મકાનો છે તેઓને આવાસ ફાળવણી માટે ના ફોર્મ નું વિતરણ કરવા માટે આવ્યા છે. :- પાલિકાના અધિકારી

Most Popular

To Top